________________
૧૦૬
સમાધિશતકમ ખર (ગધેડે)ની પીઠ ઉપર ચંદનને ભાર ભર્યો હોય, પણ તેને જેમ ઉપયોગી નથી, તેમ અહિ પણ સમજી લેવું.
પઠિતમૂર્ખ બકવાદી મનુષ્ય પણ આત્મસ્વરૂપ તરફ વળી શકતા નથી અને બહિરભાવમાં માન, પૂજાની લાલચે પરમાં ચિત્ત રાખી સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. - અજ્ઞાની જીવને મહાવરના યોગે આત્મજ્ઞાનરૂપ મિષ્ટાન્ન ભેજન ઉપર રુચિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે
કરે મૂઢમતિ પુરૂષકું, શ્રુત ભી મદ ભય રે;
ન્યું રેગીકું ખીર, ઘત, સન્નિપાતકે પિષ. ૧
જેમ રાગીને ખીર, ઘત પણ સન્નિપાતની પુષ્ટિ અર્થે થાય છે, તેમ આત્મસ્વરૂપથી અજાણ બહિરાત્માને શ્રુતજ્ઞાન પણ અહંકાર, ભય અને રોષ આદિ દેની ઉત્પત્તિ અર્થે છે.
જ્ઞાનીને શ્રુતજ્ઞાન સ્વગુણની પ્રાપ્તિ અર્થે છે, અકય આત્મસ્વરૂપના રહસ્યમાં અજ્ઞાનને સમજણ પડતી નથી. અનુભવજ્ઞાની જ જાણી શકે છે. જેણે આત્મસ્વરૂપ અનુભવ્યું, તે જ સ્વસ્વરૂપને નિર્ધાર કરી આનંદમાં મગ્ન રહે છે.
વ્યવહારથી શુદ્ધ આચરણાએ ઉપાધિના સ્થાને પરિ૭રી, અંતરથી શુદ્ધાત્મસ્વરૂપમાં રમી, આત્મગુણોને પ્રગટાવે છે. ચિત્તસમાધિ દ્વારા પૂર્ણ પદ પ્રગટ કરે છે.
તે જ સ્વરૂપને શ્રી ચિદાનંદજી જણાવે છે.