________________
Sa.
સમાધિશતકમ
પદ સંતે અચરિજ રૂ૫ તમાસા, સંતે. એ આંકણી. કડક પગ કુંજર બાંધ્યો, જલમે મકર પિયાસા. સંતે ૧ કરત હલાહલ પાન રૂચિધર, તજી અમૃતરસ ખાસ; ચિંતામણિ તજ ધરત નિત ચિત્તમેં કાચ શકલકી આશ.
સંતો ૨ બિન વાદર વરખા અતિ વરસત, બિન દ્રિક બહતાસ્યા; બજી ગલત દેખયા હમ જલમેં, કોરા રહત પતાસા. સંતે ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત સગાસા; ચિદાનંદ અિસા જન ઉત્તમ, કાપત યાક પાસા. સંતે ૪
ભાવાર્થ સમજી શકાય તેવું છે. જે સમજાય નહિ તે આત્માનુભવી સદ્ગુરુ દ્વારા તેને મર્મ સમજવે.
શ્રી ચિદાનંદજી મહારાજે આત્માનુભવની ખોજ કરતા એ પ્રમાણે ગાયું છે. આત્માથી પુરુષ સ્યાદ્વાદપણે આત્મ જ્ઞાન શ્રવણ, મનન માટે પ્રયત્ન કરો. જ્ઞાનીએ જેટલી ધર્મની ક્રિયાઓ, આચરણાઓ બતાવી છે, તે એક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે. કારણ કે અનંત સુખ આપનાર શાશ્વત ધર્મ આત્મામાં રહે છે, માટે આત્મા ધમી કહેવાય છે.
વ્યવહાર અને નિશ્ચયનય પણ આત્મિક ધર્મનું સ્વરૂપે વર્ણવે છે, માટે હે ભવ્ય જીવો ! તમારે મેક્ષની જિજ્ઞાસા હોય તે સંસારિક પદાર્થોમાંથી મેહ ઉતારી અને