________________
સમાધિશતકમ્
૧૦૧ તરો રહે, અર્થાત્ પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે નહિ, તે પણ મે એક આશ્ચર્ય જણાય છે.
વળી આત્મસ્વરૂપાનુભવરૂપ અમૃતને મૂકી, વિષયરૂપી હલાહલ વિષનું જીવ પાન કરે છે, તે પણ કેવી આશ્ચર્યની વાત?
વળી પિતાની આત્મિકરિદ્ધિ ચિંતામણિ રત્ન સમાન છે, તેને ફેકી દઈ પરરિદ્ધિરૂપ કાચને કકડે ગ્રહી ખુશી થાય છે, તે પણ આશ્ચર્યની વાત છે.
પરંપરિણતિ અને રાગદ્વેષાદિક તેનું કુટુંબ ખરી રીતે જોતાં આત્માના વેરી છે, અને તે પર પરિણતિ તથા તેના કુટુંબથી આત્મા, સ્વરિદ્ધિથી ભષ્ટ થઈપુલરુપ ભિક્ષા માગીને ભિખારી બને છે, તે પણ આત્માને પરપરિણતિ તે મારી વૈરીણી છે, એમ લાગતું નથી, અને ઉપર ઉપરથી બાહય દષ્ટિથી જોતે તે પિતાનું સગું કુટુંબ હોય એમ આત્માને લાગે છે.
અહો ! આ પણ આશ્ચર્યની વાત છે કે જે શત્રુ વર્ગ છે, તે પણ સગા જેવો લાગે છે.
અહો ! સંતપુરુષ સમજો કે, આ સંસારમાં આશ્ચર્ય કારક તમાસા થઈ રહયા છે. જે ઉત્તમ પુરુષ હોય છે, તે પર પરિણતિના પ્રપંચરૂપ પાસને વિવેક દષ્ટિરૂપ વજીથી છેદી
તે સંબંધી ગીરાજ શ્રી ચિદાનંદજી કહે છે કે