________________
૧૦૦
સમાધિશતકમ તનતા મનતા વચનતા, પરંપરિણિતિ પરિવાર, તન મન વચનાતીત પ્યારે, નિજસત્તા સુખકાર. મતિ. ૩ અંતરશુદ્ધ સ્વભાવમેં રે, નહિ વિભાવ લવલેશ, ભ્રમ આરેપિત લક્ષથી રે, હંસા સહત કલેશ મતિ. ૪ અંતરગતિ નિર્ચે ગહિરે, કાયાથી વ્યવહાર ચિદાનંદ તળ પામિએ રે, ભવસાયરકો પાર મતિ૫
આત્મિક અનુભવના રસિક શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે આત્મસ્વરૂપની સ્થિતિ બતાવે છે, અને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી, તે પણ પિતાના હાથમાં છે.
જે સિદ્ધ ભગવંત થયા અને થશે, તે સર્વ પણ જ્યારે આત્માભિમુખ થઈ આત્મધ્યાન કર્યું ત્યારે જ થયા છે.
આત્માનું સ્વરૂપ સમજવાની શક્તિ પામી સદ્ગુરુને ગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપને ઉદ્યોગ કરે.
જે પોતાની વસ્તુ નથી, તેની પ્રાપ્તિ અર્થે રાત્રી અને દિવસ ઉદ્યોગ કરાય છે, પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે તે જરા માત્ર પણ ઉદ્યોગ થતું નથી. આત્મસ્વરૂપ દર્શક સદગુરુને સમાગમ કરવાને વખત પણ મળતું નથી, ત્યારે આત્મા પિતાના પ્રમાદથી જ પોતે દુઃખને હેતુઓ સર્જન કરી, દુઃખનું ભાજન બને છે એમ સમજવું.
વળી આશ્ચર્ય તે કેવું સમજવું, તે બતાવે છે. જેમ જલમાં રહેલું માછલું તરફ્યુ રહે તેમ સંપૂર્ણ સામગ્રી પામીને પણ શરીરમાં રહેલે આત્મા પોતે પોતાના સ્વરૂપથી