________________
સમાધિશતકમ
યથાખ્યાત ચારિત્રથી નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નવયથી પરિણમેલે આત્મા ક્ષિણમહાવસ્થામાં જ્ઞાનાવરણિય, દર્શનાવરણિય, અને અંતરાય કર્મને સમૂળ ક્ષાયિકભાવે ક્ષય કરે છે. અને તેથી કેવલજ્ઞાન અને કેવળદર્શન અને દાનાદિક પાંચ લબ્ધિ પામે છે.
આ પ્રકારની સમતાનું ભવ્ય પુરૂષ સેવન કરવું અને. અધ્યાત્મ ભાવનાથી સદાકાળ જીવન સફળ કરવું. શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થતાં આત્માને જાણવાનું કાંઈપણ બાકી રહેતું નથી.
અલબત્ત આત્મસ્વરૂપને અહનિશ વિચાર કર, તેનું મનન કરવું કે જેથી જંગમ જગરૂપ જે શરીર તે પણ થાવરની જેમ એટલે કાષ્ટ પાષાણની પેઠે સ્થિર ભાસે.
આટલી હદ જ્યારે આવે ત્યારે સંસારમાં વાદવિવાદને પ્રપંચ મટી જાય છે અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે છે. સંબંધી ગીશ્વર મહારાજા શ્રી ચિદાનજી કહે છે કે
પદ
મતિ મત એમ વિચારે. મતમતિયનકા ભાવમતિ વસ્તુગતે વસ્તુ લહ્યાં રે, વાદવિવાદ ન કેય;
સૂર્ય તિહાં પરકાશ પિયારે, અંધકાર નવિ હોય મતિ. ૧ ' રૂ૫ રેખા તિહાં નવિ ઘટે રે. મુદ્રા ભેખ ન કોય;
ભેદ જ્ઞાન દૃષ્ટિ કરિ પ્યારે, દેખા અંતર જેય. મતિ ૨