________________
૯૫
સમાધિશતકમ લપટાય છે. માટે અજ્ઞાનથી આચ્છાદિત એવા અજ્ઞાની આત્માને સદ્દગુરુ મહારાજના ઉપદેશથી બંધ થાય છે.
ઉપદેશદ્વારા કહે કે “હે જીવ! તને ચેતાવું છું. તું ચેતી લેજે. આ સંસારમાં તારું કઈ નથી. એક દિવસ આવી અવસ્થામાંથી ઉઠીને તારે જવું પડશે. તારા હાથે ભેગી કરેલી ઘરબાર, હાટરૂપ બાજી ધૂળની છે અને તે ધૂળમાં ભળી જશે, એમ નકકી જાણ.
- તારી નજરે જે તે ખરે? જગતના હજારો છે ધન, દેલત, ઘરબાર મૂકીને પરભવમાં ચાલ્યા જાય છે. તેવી જ તારી દશા થવાની છે. અને મરણને શરણ થવું પડશે. રાજા કે રંક, જેગી કે ભેગી, સર્વના શરીર માટીમાં મળી જવાનાં છે. આ દેખાતી વસ્તુઓ સ્વપ્નની બાજી સમાન અતે થવાની છે. એમ નકકી જાણ. ફેગટ તેમાં તારે કેમ મલકાવું જોઈએ ?
ચેતાવું ચેતી લેજે રે, એક દિન જરૂર ઉઠી જાવું; ધૂળની રે માયા ધૂળમાં ભળશે, ગટમન લલચાવું. ચેતાવું. ૧ સ્વપ્નાની સુખલડી ખાતાં, ભૂખ ન મનની ભાગે, તન ધન યૌવન પામી સંતે, હરખાવું શું રાગે, ચેતાવું. ૨ આશા બેડીએ બંધાણ. પરધન ખાતે ખાવું, નીચાં કર્મ કરીને અંતે, નાડક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમ જ્ઞાનકી બાજી, માયામાં મલકાવું. ભમાણમાં ભૂવીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું છે - તારુ તાહરી પાસે જાણી, સમતા દીલ લાવું,
અલખનિરંજન આતમતિ , બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. પ