________________
૯૨
સમાધિશતકમ જેણે સંસારરૂપ સમુદ્ર તરવા માટે મમતા ત્યાગી સમતા આદરી છે, તે પુરુષને ધન્ય છે. જગતમાં દેવલોકનાં સુખ તે દૂર છે અને મોક્ષ પદવી તે મેટી છે; ત્યારે મનની પાસે પ્રગટપણે વર્તનાર સમતાનું સુખ તે આ ભવમાં પ્રત્યક્ષ પણે છે. સમતારૂપ અમૃતના કુંડમાં સ્નાન કરવાથી કંદર્પનું વિષ નાશ પામે છે.
જે ભવ્ય પ્રાણું એક ક્ષણ માત્ર મનને ખેંચીને સમતા સેવે છે. તે તે પ્રાણને આત્મામાં એવા પ્રકારનું અદ્ભુત સુખ પ્રગટે છે કે, તેનું વર્ણન મુખથી થઈ શકતું નથી.
જેમ કુમારિકા ભર્તારની સાથેના ભોગ વિલાસના સુખને જાણતી નથી, તેમ જગતના અજ્ઞાની છે પણ મુનીશ્વરની સમતાના સુખને જાણતા નથી.
જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે છે, તેમ કેટી ભવનાં કરેલાં કર્મ પણ સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે.
સમતા જ્ઞાનનું ફળ છે. સમતાથી તપ, જપ, કિયા લેખે આવે છે. માટે મહરાજાની પુત્રી મમતા તેને ત્યાગ કરી, ભવ્યએ સમતાનું સેવન કરવું એ જ સાર છે.
- શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પદદ્વારા તેનું સ્વરૂપ જણાવે છે. ચેતન મમતા છાંડ પરીરી પર રમણ શું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી.
ચેતન- ૧