________________
સમાધિશતકમ
પદ અનુભવ આતમાની વાત કરતાં, લહેરી સુખની આવશે. એ ટેક. રેગી નહિ તું ભેગી નહિ, તું જાડે નહિ તલ ભારજી, દેહમાં વસી માયા રસીયે, અનુપયોગે ધાર. અનુભવ૧ તુજથી સહુ શોધાયા વહાલાં, આદિ નહિ તુજ અંતજી, માયામાં મસ્તાન થઈ, તું લાખ ચોરાશી ભમત. અનુભવ૨ , પરસ્વભાવે ભાન ભૂલી, ઠર્યો નહિ એક ઠામ, પાદ નીચે ઋદ્ધિ પરગટ, દેખે નહિ દુઃખ ધામ. અનુભવ 3 કર્મસાહિબ રીજીને, તને આપી નરની દેહ, સાધ્યસિદ્ધિ સાધી લે તું, માગ્યા વરશ્યો મેહ. અનુભવ. ૪ સોહં ધ્યાન લગે, જાગે આતમ તજી. બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉદ્યોત. અનુભવ ૫
ઈત્યાદિથી સમજવાનું કે, જ્ઞાની પિતાના આત્મામાં જ આત્મબુદ્ધિ સ્થાપન કરી, સર્વ પ્રપંચથી ન્યારો વતે છે. સર્વ પુદ્ગલ વસ્તુથી આત્માનું સ્વરૂપ પ્રતિદિન ભિન્ન છે, એમ એકાને સ્થાનમાં બેસી ભાવવું.
એક દિવસથી બીજા દિવસે કંઈ અનુભવમાં વૃદ્ધિ થશે. અને સ્પર્શી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેમ વસ્ત્ર નષ્ટ થવાથી શરીર નષ્ટ થતું નથી તેમ ઔદારીક સ્કૂલ શરીર નષ્ટ થવાથી જ્ઞાની પિતાના આત્માને નષ્ટ થયો માનતું નથી. - જ્ઞાની એમ જાણે છે કે, શરીર એ પુદ્ગલ સમુહથી બનેલું છે અને તે જડ છે. તેમાં ચૈતન્યપણું કંઈ નથી.