________________
૮૩
સમાધિશતકમ પામશે. તે ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન કરી, પિતાનું સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છે.
સમય જાય છે, ગયે વખત પાછા આવનાર નથી. સર્વોત્તમ આત્મધ્યાનથી અનંત આનંદમય પરમાતમ પદનું ધ્યાન મંગલમાલા આપે છે. ભવ્યજીવ અંતરમાં સ્વલક્ષ રાખે છે. ઈન્દ્રિયમાં દષ્ટિ દેતે નથી.
चिरं सुषुतास्तमसि, म्ढात्मानः कुयोनिषु । अनात्मीयाऽऽत्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥
અર્થ_ચિર કાલથી અંધકારમાં મુનિમાં સૂતેલા મૂહાત્માઓ જાગતા જ અનાત્મીય ભાવોને વિષે હું અને મારું એમ માને છે.
વિવેચન--અનાદિકાળથી બહિરાભાઓ સૂતેલા છે, અર્થાત સમક્તિ વિના જ્ઞાન વિના નિદાદિકમાં અતીવ જડતાને પામ્યા છતાં સૂઈ રહ્યો છે.
તે જેને ગાઢમિથ્યાવરૂપ નિદ્રાની લહેરીએ એવી તે આવી રહી છે કે તે બીચારા કશુ પણ સમજી શકતા નથી. '
કદાપિ દેવગે સંજ્ઞા પામી તે જાગે છે તે હું અને મારું એમ માનતા જ જાગે છે. તે હું અને મારું એ અધ્યાસ પણ પિતાના આત્મથી ભિન્ન એવી વસ્તુઓમાં ધારણ કરે છે, અર્થાત્ પુત્ર સ્ત્રી. ઘરબાર, રાજ્ય, ધનાદિકને પિતાનાં માને છે. એવો બહિરાત્માનો અધ્યાસ ભાન્તિવાળ વતે છે.