________________ સમાધિશતકમ વાણીથી આત્માને પૃથફ બરાબર જાણે છે. न तदस्तीन्द्रियार्थेषु, यत्क्षेमंकरमात्मनः / તથાપિ અને વારસૈવાશાન-માવાના !! અર્થ–ઈન્દ્રિયાઈમાં એવું કાંઈ નથી કે જે આત્માને ક્ષેયકર હોય તે પણ બાલ અજ્ઞાનભાવનાથી તેમાં જ રમે છે. ભાવાર્થ–પાંચ ઈન્દ્રિયના વિષયમાં એવું કંઈ નથી કે જે આત્માને કલ્યાણકારી હોય, તે પણ બહિરાત્મા ભૂંડની પેઠે વિવેક રહિત તેમાં રાચીમાચીને રમે છે. તેમાં અજ્ઞાન ભાવના તે જ કારણ છે. અજ્ઞાનથી આત્મા પણ જડ જે બની ગયો છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય હું એને એહ મારો, એ હું એણી બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમત 1 એ મારું, હું એને છું, એવી જડની સાથે અભેદ બુદ્ધિ થવાથી આત્મા જડતાને અનુભવે છે. કંઈ પણ પિતાની શુદ્ધિ કરી શક્તો નથી. માટે અજ્ઞાનભાવનારૂપ અંધકારને જ્ઞાનરૂપ સૂર્યથી નાશ કરે યોગ્ય છે. અનાદિકાળથી આત્મા ઈન્દ્રિયેના વશમાં પડી કર્મખકની વર્ગણાઓને ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ધારણ કરી, છેદન, ભેદન, શેક, વિયાગ સુધા, પિપાસા, વધ, બંધન જન્મ, જરા મરણનાં ભયંકર દુઃખ પામે છે. ભવ્ય જીવે પંચેન્દ્રિય વિષયોથી દૂર રહી આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી.