________________ 80 સમાધિશતકમ શ્રી આનંદઘનજી કહે છે કે - આતમ ધ્યાન કરે જે કોઉં, સે ફિર પણ ના વાગજાલ બીજું સહુ જાણો, એહ ત ચિત્ત ચાવે. | મુનિસુવત જે પ્રાણ આસન વાળી, અન્ય વસ્તુઓમાંથી ખેંચી આત્માના અસંખ્યાત પ્રદેશમાં ચિત્તને સ્થાપી પર સંબંધી સંકલ્પ વિકલપને ત્યાગ કરી, તદાકાર વૃત્તિથી શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન કરે છે, તે ભવ્યજીવ અનેક મતવાદીઓના વિભ્રમ મમત્વરૂપ જાળમાં ફસાઈ જતું નથી. આત્મતત્વ વિના અન્ય સર્વ વાગજાળ-પ્રપંચ જાણ એમ નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જ હૃદયમાં ઈચ્છે છે. જે ભવ્ય પ્રાણીએ વિવેકથી ઉપાદેય, સાધ્ય, સારમાં સાર આત્મધ્યાન સંબંધી પક્ષ ગ્રહણ કર્યો છે, તે જ આત્મતત્તવ જ્ઞાની કહે. માટે બોલવું, પૂછવું, ઈત્યાદિ સર્વ કાર્ય આત્મજ્ઞાની પ્રાપ્તિ અર્થે કરવું. शरीरे वाचि चात्मानं, सधत्ते वाकूशरीरयोः / भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां नियुष्यते // 54 // અર્થ–વાણું અને શરીર એ આત્મા છે, એમ જેને બ્રાન્તિ છે, તે વાણી શરીરને આત્મા માને છે. અને જે અબ્રાન્ત છે, તે શરીર તથા વાણીથી આત્મતત્ત્વને પૃથગ જાણે છે. વિવેચન–વાણી અને શરીરને આત્મા રૂપે જાણવારૂપ જેને બ્રાતિ છે, તે બહિરાત્મા વાણી અને કાયાને આત્મા