________________ 79 સમાધિશતકમ રંગની પેઠે રાગ ધારણ કરે, જેથી અબોધતા ટળે અને જ્ઞાન સ્વરૂપમય આત્મા પિતાનું સ્વરૂપ પામે. જગતમાં અજ્ઞાની લો કે કોધ, માન, માયા, લેભની ઉત્પત્તિ થાય તેવાં વચને બેલે છે. કેટલાક લેકે ધનને અર્થે અહર્નિશ બોલવામાં પ્રવૃત્ત રહે છે. કેટલાક સ્ત્રીનું વર્ણન કરી જીભનું સાર્થકય સમજે છે. કેટલાક લેકે હિંદુસ્થાન અમેરિકાને પોતાને દેશ માની દેશાભિમાનથી અનેક પ્રકારનાં ભાષણ આપે છે, કેટલાંક કવિઓ ઠઠ્ઠી– મશ્કરીમાં આનંદ ઉત્પન્ન કરાવવા અનેક પ્રકારની કવિતાઓ ગયા છે. એમ રાગ દ્વેષની વૃદ્ધિકારક જગતના જીનું બોલવું આત્મહિતકર નથી, અર્થાત્ તે સર્વ નિષ્ફળ છે. તેથી આત્મિક લાભ મળતું નથી માટે તેવા પ્રકારનું બોલવું તે યુક્ત નથી. જેથી અબેધવા ટળે અને બેધની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એવું જ બેલિવું. શાસ્ત્રો પણ તેવા જ પ્રકારના વાંચવાં કે જેથી આત્મજ્ઞાન થાય. આયુષ્ય અલ્પ છે, તેમાં સારામાં સાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વરૂપમાં રમણતા કરવી તે જ છે. પોતાની જીભને લવ લવ કરતી વારવી, વિકથા કરવામાં નકામે દિવસ ગાળવે નહિ, વાતે કરવી તે પણ આત્મ સંબંધી કરવી, કારણ કે સાર આત્મા છે. આત્મજ્ઞાનના પુસ્તકો વાંચવાં, પૃચ્છા કરવી, વળી તેનું પરાવર્તન કરી જવું. વળી તે આત્મજ્ઞાન વાતની અનુપ્રે કરવી. આત્માનું જ ધ્યાન કરવું. . '