________________ સમાધિશતકમ દોધક છંદ યેગારંભી અસુખ, અંતર બાહિર સુખ, સિદ્ધાગ સુખ છે, અંતર આહિર દુઃખ. 50 ભાવાર્થ-બાવનમા લેકમાં આ છંદનો અર્થ સમાય છે. યોગારંભીને પ્રથમ જગતમાં દેખાતા દશ્ય પદાર્થોમાં સુખ બુદ્ધિ હોય છે. કારણ કે તેને હજી આત્મનિશ્ચય, આત્માનુભવ પ્રગટ્યો નથી. પણ જ્યારે ગુરુદ્વારા નયનિક્ષેપ વડે યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય થાય છે. અને તેમાં રમણતા થાય, ત્યારે તેને આત્મામાં જ સુખ છે એ નિશ્ચય થાય છે. પછી તે કાયા, મન, વાણીથી આત્માને જુદો પાડી નિરાલંબનપણે ધ્યાન ધરે છે, ત્યારે અંતરમાં સુખને મહાસાગર પ્રગટે છે અને તે સુખ સાગરની લહેરોમાં અખંડ આનંદ ભગવે છે, ત્યારે તેવા મેગીને પંચેન્દ્રિયના વિષે. વિષ જેવા દુઃખ દેનાર લાગે છે. બાહ્ય પ્રપંચમાં તેને શાંતિ મળતી નથી. વિકલ્પ અને સંકલ્પ ઉપજે છે. એવા જનની સંગતિથી પણ તે દૂર રહે છે. - કેવલ સહજ આત્મિક સુખ ભોગવે છે, તેવા સિદ્ધયોગીને બાહ્ય પદાર્થોમાં કેવલ દુઃખ જ ભાસે છે. તેથી સમજવાનું કે જ્યાં સુધી બાહ્ય વસ્તુમાં જેને સુખ લાગે છે, તે અજ્ઞાની છે, અને અંતરમાં સુખને જેને નિર્ધાર થયું છે, અને સંબંધથી સુખને જેને નિર્ધાર થયો છે, અને બાહ્યવસ્તુના