________________ 76 સમાધિશતકમ છે, પણ આત્મસ્વરૂપ તે અરૂપ છે, તેને બાહ્ય ચક્ષુ આદિ ઇન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. બાહ્ય ઈન્દ્રિયને સ્થિર કરી અંતરમાં રવયં વેદનથીસ્વાનુભવથી જે તિ દેખું છું, તે જ આત્મસ્વરૂપ છે. સાનંદ અને ઉત્તમ આત્મ જ્યોતિ છે. જે બાહ્ય વસ્તુમાં સુખ માની આત્મજ્ઞાનથી પરાં. મુખ થઈ ઉપર ઉપરથી નદી, દેવમંદિર વિગેરે તીર્થ ગણી, તેને જ તરવાને એકાંત ઉપાય ગણે છે, તે અજ્ઞાની છે. અન્ય મતવાદીઓનાં શાસ્ત્રમાં કહ્યું છે કે, इदं तीर्थमिदं तीर्थ, ये भ्रमन्ति तमोवृताः / आत्मतीर्थ न जानन्ति, तेषां तीर्थ निरर्थकम् // 1 // એ કલેક સમજી આત્માને તીર્થરૂપી ગણું તેનું ધ્યાન કરવું. અંતર દષ્ટિથી આત્મા દશ્ય છે. માટે તેને અનુભવ કરવો જોઈએ. ' सुखमारब्धयोगस्य, बहिदुःखमथाऽऽत्मनि / बहिरेवाऽसुख सोख्यमध्यात्म भाविताऽऽत्मनः // 22 // થયેગારંભીને બાહ્યમાં સુખ અને અંતરમાં દુઃખ લાગે છે. અને સિદ્ધાંગીને અંતરમાં સુખ અને બાહ્યમાં દુઃખ લાગે છે. - વિવેચન—આત્મસ્વરૂપને પ્રથમ અનુભવ કરનારને બાહ્ય વિષયમાં સુખ પડે છે. અને આત્મસ્વરૂપમાં દુઃખ જણાય છે. પણ યથાર્થ આત્મસ્વરૂપ જાણનાર સિદ્ધ યોગીને કેવલ આત્મસ્વરૂમાં જ સુખ લાગે છે અને બાહ્ય વિષે અસુખરૂપ લાગે છે.