________________ 75 સમાધિશતકમ आत्मज्ञानात् पर कार्य, न बुद्धौ धारयेश्चिरम् / कुर्यादर्थवशात्किञ्चिद्वाक्कायाभ्यामतत्परः // 50 // અર્થ–-આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ચિરકાલ ધારણ કરવું નહિ અને અર્થવશથી સ્વાર કલ્યાણકારક કિંચિત કરવું તે પણ અતત્પર-અનાસક્ત રહીને કરવું. ભાવાર્થ––આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ઘણી વખત સુધી આવવા દેવું નહિ. આત્મજ્ઞાનરૂપ કાર્ય તે જ બુદ્ધિમાં લાંબા વખત સુધી આવવા દેવું. તેમ અન્ય પણ ભજન, વ્યાખ્યાન, વિગેરે જે કંઈ હોય તે વાણકાયાવડે કરવું, અર્થાત એટલે અર્થને કંઈ સ્વપરોપકારરૂપ કાર્ય કરવું હોય તે તે કરવું પણ તેમાં આસક્તિ ઘારણ કર્યા વિના કાર્ય કરવું. ' આ વિષય આત્મજ્ઞાનીયે વર્તનમાં મૂકવો. વર્તનમાં મૂકયા વિના ઉચ્ચપદની પ્રાપ્તિ માટે આશા રાખવી વ્યર્થ છે. આત્મજ્ઞાનનું જ ઉત્સર્ગ માર્ગે ચિંતન કરવું. यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यन्नितेन्द्रियः / अन्तः पश्यामि सानन्दं, तदस्य ज्योतिरुत्तमम् // 51 // અર્થ–હું ઈન્દ્રિયોથી જે જોઉં છું, તે મારું નથી. અને નિયતેન્દ્રિય થઈને જે અંતરમાં જોઉં છું, એ આનંદ ઉત્તમ જ્યોતિ મારું રૂપ છે. - વિવેચન–જે શરીરાદિક પદાર્થો ઈન્દ્ર વડે હું જેઉં છું, તે મારું રૂપ નથી, કારણ કે ચક્ષુ આદિ ઇન્દ્રિ રૂપી પદાર્થને વર્ણ, ગંધ, સ્પર્શ શબ્દોને ગ્રહણ કરી શકે