________________ 74 સમાધિશતકમ | મન હાથી કરતાં પણ વધારે મસ્તાન છે. બાહ્ય વિષયમાં મર્કટની પેઠે સંચળ અને ભટકતું ચિત્ત એકદમ વશ કરી શકાય નહિ. ધીમે ધીમે આત્મામાં જોડવું. એમ કરવાથી વિકલ્પ સંકલ્પની જાળ નાશ પામશે. | મન દ્વારા બંધાતાં અનેક પ્રકારનાં કર્મ નાથ પામશે અને અનુભવરૂપ સૂર્ય હૃદયમાં પ્રગટે છે, તેથી આત્માની અનંતરિદ્ધિ આત્માને મળે છે. અર્થાત્ આત્મા તે પરમાત્મા સ્વરૂપ થાય છે. जगदेहात्मदृष्टीना, विश्वास्य रम्यमेव च / स्वात्मन्येवात्मदृष्टीनां, क्व विश्वासः क्व वा रति: // 49 // અર્થ––દેહાત્મદષ્ટિવાળાને જગત્ વિશ્વાસે રેગ્ય છે, રમ્ય છે, પણ પિતાના આત્મદષ્ટિવાળાએ કયાં વિશ્વાસ કરવો અને કયાં રતિ કરવી? શંકા--પુત્ર, સ્ત્રી મિત્રાદિ સાથે વાણી અને કાયાના સુખ ઉપજે છે, તે તેને ત્યાગ કેમ કરે? સમાધાન -જે બહિરાત્મા છે. તેને પુત્ર, સ્ત્રી, કુટુંબ આદિ જગતુ વિશ્વાસ કરવા યોગ્ય તથા પારું લાગે છે, પણ જેને આત્મામાં જ આત્મદષ્ટિ થઈ છે એવા સમકિતવંતને કયા પદાર્થમાં વિશ્વાસ કરે અને કયાં આનંદ ધારણ કરવો? ' સર્વ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જે ભિન્ન પદાર્થો છે, તેનાથી આત્માને આનંદ સુખ થતું નથી, માટે આત્મજ્ઞાની જગતમાં વિશ્વાસ તથા રતિ ધારણ કરતા નથી. અર્થાત્ તે ઉદાસીનતા ધારણ કરે છે.