________________ 73 સમાધિશતકમ અર્થ–આત્માને મનની સાથે જ. તેને વાણી અને કાયાથી વિયુક્ત કરે અને મન વડે વાણી કાયા જિત વ્યહાર તજ. વિવેચન—આત્માને મનની સાથે જ અને વાણ, તથા કાયાથી આત્માને ભિન્ન કરે. કાયા અને વાણીથી આત્માને એટલે જુદો પાડે કે તેને અભેદ થઈ જાય નહિ. કાયા અને વાણીનો મનની સાથે જે વ્યવહાર, તે પણ મનથી ત્યાગ કરે. કાયા વડે જે જે કરાય છે તથા કાયાથી જે અનુભવાય છે, તે આત્મા નથી. વાણી અને વાણી વડે જે જે બેલાય છે તે આત્મા નથી. વાણું અને કાયામાં મનને વ્યાપાર જે ભળે નહિ તે કાયા અને વાણના વ્યાપાર લુખા નિરસ લાગે છે, તે સર્વે નિરાગતાએ થાય છે, માટે લેકમાં બતાવેલ ઉપાય ઉપયોગથી વર્તણુંકમાં મૂકવે.” દોધક છંદ આતમજ્ઞાને મન ધ, વચનકાય રતિ ડિ, તે પ્રગટે શુભવાસના, ગુણ અનુભવી ડી. 49 ભાવાર્થ–ભવ્ય પ્રાણું વચન અને કાયાની રતિ છોડીને જે આત્મજ્ઞાનમાં મન ધારણ કરે, આત્મા વિના અન્યમાં મનને જવા દે નહિ, તે અંતરમાં શુભ વાસના પ્રગટે અને આત્મગુણના અનુભવને જોડી આપે છે, માટે આત્મજ્ઞાનીએ આત્મામાં જ મનને લય કરે.