________________ સમાધિશતકમ दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवघुध्यते / इदमित्यबुद्धस्तु, निष्पन्नं शब्दवर्जितम् // 4 // અર્થ–મૂહજીવ આ દશ્યમાન ત્રિલિંગવાળા શરીરને આત્મારૂપે ધારે છે. અને અવબોધ પામેલ અજનિષ્પન અનાદિ સંસિદ્ધ અને શબ્દ વર્જિત તે જ આત્મા એમ જાણે છે. ભાવાર્થ—દશ્યમાન જે શરીરાદિ તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને મૂહ એટલે બહિરાત્મા પ્રાણી, આત્મા જાણે છે. અને દશ્યમાનથી જુદો થઈ, બોધ પામેલે અન્તરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્ત્વને આત્મરૂપ સ્વીકારે છે. દોધક છંદ અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂપ; તિ પદ કરિ કયું પાઈએ, અનુભવગમ્ય સ્વરૂપ. 43 ચુંમાલીસમા લેકમાં આઈદને અર્થ સમાઈ જાય છે, તેથી સમજી લેવું. સ્ત્રી, પુરૂષ અને નપુંસક લિંગરૂપ આત્મા નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરૂષલિંગ નથી, આત્મા નપુંસક નથી. માટે લિંગથી ભિન્ન અનુભવ ગમ્ય આત્મરૂપ જાણવું. જે શબ્દોમાં લિંગના વાદથી શાસ્ત્રાર્થ ફક્ત કરનારા છે, અને આત્મતત્વથી કેવળ અજાણ છે, તે તેમની વિદ્યા કર્મને નાશ કરી શકતી નથી. માટે ત્રિલિંગથી રહિત એવું આત્મત્વ હૃદયમાં ધારણ કરવું