________________ સમાધિશતકમ 67 વિવેચન–પરત્ર એટલે શરીર, મન વાણી, ગૃહ, ધન, કામિની આદિમાં આત્મબુદ્ધિવાળે બહિરાત્મા સ્વાત્માથી ચુત થઈ આત્માને કર્મબંધનથી બાંધે છે, પણ જ્ઞાની આત્મામાં અહંવૃત્તિ ધારી, શરીરાદિકથી રહિત થઈ મુક્તિપદ પામે છે. દોધક છંદ અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ, અહં જ્ઞાન નિજગુણ લગે, છુટે પર હિ સંબંધ. 42 આનો અર્થ તેંતાલીસમા કલેકની અંદર આવી જાય છે. પરમાં આત્મબુદ્ધિ ધારણ કરતે જીવ આત્મગુણની ગંધ પણ પામતું નથી અને આત્મામાં અહંપણું ત્યારે તે કર્મને સંબંધ છૂટે છે. આત્મપ્રકાશમાં કહ્યું છે કે દુહા અહં વૃત્યુભવ થતાં, અશુદ્ધ પરિણતિ પિષ; અહં વૃત્તિ છે જ્યાં લગે, મિટે ન તાવતુ દોષ. 1 અહં વૃત્તિ ઉદયે ગ્રહે, બ્રાત માત ને તાત, અહે મંત્ર મહારિને, સ્મરતાં નરકે પાત. 2 જે અજ્ઞાની જીવ છે, પશુસમ વર્તે સેય, અહ વૃત્તિ તેમાં ઘણી, કહ્યું વિચારી જોય. 3 ભવ્ય એ પરમાંથી, અહંવૃત્તિ દૂર કરી, પિતાના આત્મસ્વરૂપમાં અહત્વ ધારણ કરવું– "