________________ સમાધિશતકમ જાળ સમજવી અને મનરૂપ જાળમાં પડેલા મુનિ મૃગ સમાન છે અને તેમાં પડતા નથી તે દુઃખી નથી. - જ્યારે મન આત્માના સન્મુખ થઈ પારકાના દોષ પ્રતિ દ્રષ્ટિ દેતું નથી, ત્યારે બહુ રીતે મનને આત્મામાં લગાડવું, કે જેથી જ્ઞાન ધ્યાનના રસની પુષ્ટિ થાય. शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवाञ्छति / उत्पन्नाऽऽत्ममतिर्दैहे, तत्वज्ञानी ततश्चतिम् // 42 // . અર્થ-જેને દેહમાં આત્મબુદ્ધિ છે, તે શુભ શરીર અને દિવ્ય વિષયની વાંછા કરે અને તત્વજ્ઞાની તે થકી છુટા થવાને ઈચ્છે છે. - વિવેચન—દેહ તે જ આત્મા, એમ જેની બુદ્ધિ વતે છે, તે શુભ અને સુંદર શરીર, દિવ્ય વિષયભેગ, અને સ્વર્ગના ભેગા ઈ છે. અને જે અન્તરાત્મા તત્વજ્ઞાની છે, તે શરીર ભેગાદિ થકી છૂટવાને ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આકાશ અને પાતાળ જેટલે તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે, તેથી જ્ઞાની . परत्राऽहमतिः स्वस्माच्युतो बध्नात्यसंशयम् / स्वस्मिन्नहमति व्युत्वा, परस्मान्मुच्यते बुधः / 43 / / અર્થ–પરમાં અહંમતિવાળા વાત્માથી ભ્રષ્ટ થઈ અસંશય કર્મ બાંધે છે અને સ્વાત્મામાં અહમતિવાળો જ્ઞાની પરથી-શરીર આદિથી ચુત થઈ જુદે થઈને સકલકર્મથી મુક્ત થાય છે.