________________
પછી શ્રી વિજયદેવસૂરિએ પિતાનું ટુંક આયુષ્ય જાણું અહમદપુરમાં માસું કરી શત્રુંજ્યની જાત્રા કરવા વિહાર કર્યો. શત્રુંજય આવી સુખેથી યાત્રા કરી. રાયચંદશાહ તથા નેમિદાસ શાહે યાત્રા કાજે બહુ દ્રવ્ય ખર્યું. અહીંથી પિતે અજાર ગામ આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને વાંદી હીરવિજયસૂરિના
સ્મરણ તંભ પાસે આવી નમન કર્યું. પછી ઉનાનગરમાં સંઘે તેમને સામૈયું કરી પધરાવ્યા. અને દીવમાં સંધને ઉપધાન વહેવરાવ્યાં અને મહેસવ કર્યા. ત્યાં સં. ૧૭૧૨ આષાઢ સુદ ૧૫ ને દિને દેહોત્સર્ગ કર્યો. આ વખતે તેમણે વિજયપ્રભસૂરિને તપગચ્છ ભળાવી સારી સંભાળ લેવા કહ્યું અને અનશન આદર્યું હતું. ઉપાધ્યાય વિનીતવિજય તથા પાઠક શાંતિવિજય હાજર હતા. કાયાને અગ્નિદાહ દેવા માટે ઉનામાં આવ્યા. આ વખતે કંઈ આકાશી-દિવ્ય તેજ દેખાયું અને દેવનાં વિમાન આવતાં લોકોએ જોયાં. બ્રાહ્મણોએ આ જાણું ગુરૂની સેવા કરી. આ દેવશયની એકાદશી હતી; આ વખતે જેનું સ્વર્ગગમન થાય છે તે પુણ્યાત્મા ગણાય છે, તેથી વૈષ્ણવોએ પણ ગુરૂને મહાત્મા લેખી ગુરૂની પૂજા કરી, અગર, કસ્તૂરી, અબીર, કેસર, ચંદન વિગેરેથી દેહને અગ્નિસંસ્કાર કર્યો. પછી રાયચંદ શાહ (ભણશાલી) એ ત્યાં વિજયદેવસૂરિને સ્મરણસ્તંભ રચા. વિજયદેવસૂરિના શિષ્યમાં ૨૫ તે પાઠક પદ ધરાવનાર, અને ૩૦૫ પંડિત પદ ધરાવનારા શિષ્યો હતા. એક પદાવલિમાં જોવામાં આવે છે કે શ્રી વિજયદેવસૂરિના વખતમાં બે મત થયા. ૧ સાગરને મત અને ૨ ઉપાધ્યાયને મત
સ્વાધ્યાયકાર મેઘવિજય. મેઘવિજય-કવિ કૃપાવિજયના શિષ્ય-તેમણે આ સ્વાધ્યાય રચેલ છે.
દીક્ષા સં. ૧૬૮૬ માં, પંન્યાસપદ સં. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં, સં. ૧૭૪૯ માં ઉના ગામમાં સ્વર્ગે પહોંચ્યા છે. આમને શ્રી વિજયદેવસૂરિ (૬૦ મા પટ્ટધર) સ્વર્ગે ગયા, તે વખતે વિજયસિંહસૂરિ (૬૧ મા) સ્વર્ગે ગયા હતા તેથી ૬૧ મા પટ્ટધર કેાઈ કહે છે. આમને વંદનમહોત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ ના કાર્તિક વદિ ૨ ને દિને થયો હતો. આમણે પોતાના પટ્ટધર તરીકે શ્રી વિજયરત્નસૂરિને નાંગર ગામમાં સં. ૧૭૩૨ માં નીમ્યા હતા.