________________
૨૫
类※※※※※※※※※※※※※※※※然
શ્રી નેમિસાગર ઉપાધ્યાય જિક
પૃષ્ટ, ૨૪૪–૨૫૬.
પરંપરા. શ્રી વીરપ્રભુની પટ્ટ પરંપરાએ શ્રી લક્ષ્મિસાગરસૂરિ તપગચ્છની ૫૩ મી . પાટે થયા છે અને લર્મિસાગરસૂરિ (સાગર પક્ષના) કે જેનું ચરિત્ર આપણે આગળ વર્ણવેલ છે તે ભિન્ન ભિન્ન છે; પ્રથમના શ્રી લક્ષ્મિસાગરસૂરિને ઘણું શિષ્ય હતા, તેમાંના સુવિહત અને માહમાવંતા શ્રી વિદ્યાસાગર ઉપાધ્યાય હતા. તેના શિષ્ય શ્રી ધર્મસાગર થયા કે જેને શ્રી વિજયદાનસૂરિએ પાઠકપદ આપ્યું. તે ધર્મસાગરના લબ્ધિસાગર શિષ્ય થયા કે જેને વાચક પદ
૧. લર્મિસાગરસૂરિ તપાગચ્છની પર મી પાટે થયેલ શ્રી રત્નશેખરસૂરિના પટ્ટધર. જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદ વદિ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પંન્યાસપદ સં. ૧૪૯૬, વાચકપદ સં. ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ સં. ૧૫૧૭ (કે જે વર્ષમાં શ્રી રત્નશેખરસૂરિએ સ્વર્ગવાસ કર્યો.)
૨. વિજયદાનસૂરિ-જન્મ જામલામાં સં. ૧૫૫૩, દીક્ષા સં. ૧૫૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગગમન સં. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ વટપલિલમાં. આમણે ખંભાત (સ્તંભતીર્થ ), અહમ્મદાબાદ, પાટણ (પત્તન), મહેસાણું (મહીશાનક ), ગધારબંદર આદિમાં મહા મહોત્સવ પૂર્વક અનેક જૈન બિંબશતકને પ્રતિષ્ઠિત કર્યા; તેના ઉપદેશથી સુરત્રાણ શાહ મહિમૂદથી માન્ય થયેલ મંત્રી ગભરાજ અમરનામ મલિક શ્રી નગદાભે છ માસનો શત્રુંજય તરફ સંધ કાઢવા સર્વત્ર કુકમપત્રિકા મોકલાવી ભેગા કરેલ અનેક દેશ, નગર, ગ્રામ આદિના સંઘો સાથે શત્રુંજય યાત્રા મુક્તાલ આદિથી ભરત ચક્રવર્તી પ્રમાણે કરી; તથા તેના ઉપદેશથી ગંધારવાસી શા. રામજીએ અને અહમ્મદાબાદ વાસી સંધપતિ કુંવરજી આદિએ શ્રી શત્રુંજય ચતુર્મુખ (ચોમુખ) અષ્ટાપદાદિ પ્રાસાદમાં કુલિકા કરાવી, અને ઉજજયંતગિરિમાં (ગિરિનારમાં) જીર્ણ પ્રાસાદ-મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. તેનાથી સૂર્યનો ઉદય થવાથી જેમ તારાઓને અનુદય થાય છે તેવી રીતે ઉત્કટવાદી અદશ્ય થતા હતા, તે પ્રભુ સિદ્ધાંત પારગામી હતા, તેની આજ્ઞા અખંડિત પ્રતાપવાળી હતી, તે અપ્રમત્ત વિહારી હતા, તેણે છઠ (છ), અઠમ (અષ્ટમ) આદિના તપ કરવા છતાં ચાવજજીવ
જંદગીપર્યંત ધી સિવાયની પાંચ વિકૃતિ (વિગઈ) નો ત્યાગ કર્યો હતો, તેઓના રિામાં કૃબેર જેવા કૃત આદિમાં દાન દેનારા હતા, તેઓ દ્વાદશાંગ-એકાદશાંગ પુસ્તકોની શુદ્ધિ કરનારા હતા, તેઓ વિષે વિશેષ શું કહેવું? તીર્થકર જેવા હિતેપદેશ આદિથી પરેપકારી હતા. –પટ્ટાવલિ.