________________
૧ ઉપદેશમાળાપર વિસ્તૃત સંસ્કૃત ટીકા જૈનધર્મ પ્રસારક સભાએ ભાષા
ન્તર હમણાં પ્રસિદ્ધ કરેલ છે. ૨ ચેવિશી. ૩ શાંતિનાથ જિનરાસ. સ. ૧૭૮૫. ૪ લક્ષ્મિસાગર સૂરિ નિર્વાણ રાસ. ૫ પ્રકીર્ણ સ્તવન સઝાય. જેવાં કે પંચકલ્યાણકનું સ્તવન (પ્રસિદ્ધ થયું છે, ઉત્તરાધ્યયનપર સઝા (અપ્રસિદ્ધ) વગેરે.
રસકાર સંબંધી દંતકથાઓ, આ રાસકાર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય (સં. ૧૬૭૦-સં. ૧૭૪૫) ના સમયમાં સમકાલીન પણે વિદ્યમાન હતા, અને તેઓ વ્યાખ્યાનકળામાં બહુ પ્રવીણ હતા. એવું કહેવાય છે કે એક જ શહેરમાં શ્રી રામવિજ્યજી અને શ્રી યશોવિજયજીએ વિહાર જુદા જુદા ઉપાશ્રયમાં કર્યો હતો, અને તે વખતે શ્રી રામવિજયજીની વ્યાખ્યાનશૈલી બહુ રસભરિત અને ચિત્તાકર્ષક હોવાથી તેની પાસે તાજનેની પરખદા (પરિષદ) સારી રીતે ભરાતી હતી, જ્યારે યશોવિજયજી મહા સમર્થ વિદ્વાન હોવા છતાં તેવી રસભરિત શૈલી ન હોવાને લીધે તેમની પાસે ઓછા છેતાજ હતા. આથી શ્રી યશવિજયજી પોતે તે વ્યાખ્યાનશૈલી જેવાને શ્રી રામવિજયનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને સાંભળીને બહુ પ્રસન્ન થયા હતા.