________________
બિરૂદ સવાઈ જ ગગુરૂ પાયો, કાતિલતા આપીરે. તસ ૫ટે ઉદયાચલ ઉદય, શુદ્ધ પ્રરૂપણ કારીરે, શ્રી રાજસાગર સૂરી જયવંતા, ભવિયણને ઉપકારીરે. દેવીદાસ કુલ અંબર દિનમણિ, માત કેડમદે જાયારે, મનમોહન સોભાગી સદગુરૂ, મહિમાનિધિ નિ રાયારે. સંવત સોળ છયાસી આ વર્ષે, આચારજ પદ થાપીરે, શ્રી રાજસાગર સૂરિ નામ જયંકર, સાગરગચ્છ દિપાયારે. શાહ શિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ, જશ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લાખ ઈગ્યાર પ્રમાણુ. કીર્તિમલા શ્રી ગુરૂજીની, જગમાંહે ઘણું પ્રસરીરે, ભવિયણ મનમાંહે અતિ હરખે, જસ ગુણમાલા સમરીરે. તેહ ગુરૂપાટ પટધર પ્રગટયા, શ્રી વૃદ્ધિસાગર સૂરદર, પંચાચાર વિચારે ચતુરા, મોહનવલ્લિ કંદારે. રૂપ અને પમ અંગ વિરાજે, શુભ લક્ષણ અતિ રૂડારે, બહુ નરનારિ જિણે પ્રતિબધ્યા, વયણ ન ભાખે કૂડારે. ગુણનિધિ તેહને પાટે વિરાજે, શ્રી લર્મિસાગરસૂરિ છાજેરે, કીર્તિ જેહની જગમાંહે ગાજે, ભવિમનસંશય ભાંજેરે. સંપ્રતિમાન વિજય તે ગુરૂજી, સભાગી શિરદારરે, વૈરાગી વહાલા ભવિજનને, સમતારસ ભંડારરે. તેહ તણે રાધે એ સચો, શાંતિ પ્રભુને રાસ રે, ભવિયણ ભાવ ધરિને નિસુણો, લહિયે સુખ વિલાસરે.
શ્રી વિજયસેનસુરી. ( પિતા કર્માશા, માતા કેડાઈ)
રાજસાગરસૂરિ. (સૂરિપદ સં. ૧૬૮૬. તેના ઉપદેશથી શાંતિદાસ શેઠે ૧૧ લાખ ખર્ચા)
વૃદ્ધિસાગરસૂરિ
લકિમસાગરસૂરિ.
રાસકારની કૃતિઓ. રામવિજય એ નામ આ સિવાય બીજાઓનું પણ છે તેમાં એક વિમલવિજય ઉપાધ્યાયના શિષ્ય છે અને બીજા કનકવિજયના શિષ્ય છે. આ રામવિજયની કૃતિ આ છે –