________________
સંભાળી લેવા કહ્યું, અને તે માટે તેને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું.
આ વખતે શિષ્યને સાથ બહોળા હતા, તેમાંના પૈકી પંડિત રવિસાગર, બુધ અજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે હતા. જુદે જુદે સ્થળે એટલે અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વટપદ્ર (વડોદરા, વડનગર નહિ.), દર્ભાવતિ (ડભોઈ), ભરૂચ, અંકલેશ્વર, સોઝિંતરા, સાણંદ, વિરમગામ, કોસણુ, કડી, મહીસાણ, બલેલ, સાંગથલ, નયરવાડુ, પાલણપુર, સિદ્ધપુર, ભાભર, બહીયલ, બાજુ વગેરે ગામમાં અંત સમયની વાત કહેવડાવતાં ત્યાંના રાગી શ્રાવકે અનેક આવ્યા. અને સંવત ૧૭૮૮ આશે વદ ૭ની રાત્રીએ દેહોત્સર્ગ કર્યો.
કલ્યાણસાગરસૂરી. ગુરૂના કાલધર્મ પામ્યા પછી તેમની પાદુકા હીરવિહારમાં (જે સ્થળે હીરવિજયસૂરિને સ્થંભ કર્યો હતો તે સ્થાને) સ્થપાવી. આમાં સભાદ કચરાએ ઘણું સારું દ્રવ્ય ખરચ્યું.
- કલ્યાણસાગરસૂરિના સંસારી પિતાનું નામ શા. શ્યામલ હતું, અને માતાનું નામ ભાગબાઈ હતું, વંશ એસવંશ હતા. ઉપાધ્યાય થયા ત્યાં સુધી અમેદસાગર નામ હતું કે જે આપણે ઉપર જોઈ ગયા છીએ. શિષ્ય પરંપરા માટે જુઓ પૃ. ૧૧
રાસકાર શ્રી રામવિજય, . શ્રી લક્ષ્મસાગર સુરિન રાસ રાજપુરામાં રહી શ્રી સુમતિવિજયના શિષ્ય શ્રી રામવિજય ઉપાધ્યાયે (વાચકે) કરેલ છે. રામવિજયની વંશપરંપરા તેમના સં. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂવારે રાજનગરમાં રચેલા એક અપ્રસિદ્ધ રાસ નામે શ્રી શાંતિજિનને રાસ છે કે જેણી નકલ શ્રીમાન મેહનલાલ મુનિના શિષ્ય શ્રી કમલમુનિ પાસે છે તેમાંથી નીચે પ્રમાણે મળી શકે છે શ્રી ગુરૂ હરસરિસર શિષ્ય, કલ્યાણવિજય ઉવાય પુરંદર,
દિન દિન ચઢતી જગીશા. શ્રી. ૧ શા હરખાનદન સોભાગી, સાચે વડવૈરાગી, સંમતિ અરથ વિચાર સદ્ગુરૂ, સાચો શુભમતિ રાગી. શ્રી. ૨ ભાત પુછબાઈ કુખે જાય, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજય વર તેહના, દીયે અધિક સવાઈ. શ્રી. ૩ તસ અતિવાસી ગુણે ભરિયા, બેલ ન બેલે વિરૂઆ,