________________
2996gogojeg જ લક્ષ્મિસાગર સૂરિ છે sssssssss
પૃ. ૧૮૪–૨૧૩.
માતપિતા, જન્મ, દીક્ષા, સૂરિપદવી. મરૂધર (મારવાડ) દેશના સિવાણી નામના ગામમાં વણિક હેમરાજ તેમની ભાર્યા નામે રાજાબાઈ સાથે વસતે હતો. તેનું ગોત્ર છાજડ અને વંશ એસ હતાં. હેમરાજ પિતાની પત્ની સાથે સ્તંભતીર્થમાં વ્યાપાર અર્થે વસવા ગયા. ત્યાં એક પુત્ર સં. ૧૭૨૮ ચૈત્ર સુદિ પાને દિને અવતર્યો અને તેનું નામ ધનજી પાડ્યું. એકદા દંપતિ સુતને લઈને વટપદ્ર વડોદરા) આવ્યા, ત્યાં વૃદ્ધિસાગરસૂરિ વિરાજતા હતા. આમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્યવાસ થયો અને સંવત ૧૭૩૬ વૈશાખ શુદિ ૩ ને દિને તેમની પાસે દીક્ષા લીધી, અને નામ નિધિસાગર આપ્યું. (આ ઉપરથી સમજાય છે કે આગળ આઠ આઠ વરસનાને દીક્ષા અપાતી હતી, અને લધુવયે લીધેલ દીક્ષિત મુનિ અને સૂરિઓના ઘણા દાખલા છે.) વૃદ્ધિસાગર સૂરિ તે આગળ કહેવાઈ ગયેલા શ્રી રાજસાગરસૂરિના શિષ્ય હતા. ગુરૂ શિષ્યોએ ઘણું ઘણું નગરમાં ચેમાસાં કરીને બધા રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેઠ જેનું વૃત્તાંત આપણે આગળ કહી ગયા છીએ તેના સુપુત્ર લખમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરજીને સં. ૧૭૪૫ વૈશાખ વદ ૨ ને દિન સૂરિ પદવી અપાવી, અને નામ લક્ષ્મિસાગરસૂરિ સ્થાપ્યું.
વિહાર. વિહાર યાત્રા હવે વિશેષ શરૂ થઈ, સિદ્ધાચલ, રેવતગિરિ (ગિરિનાર, તારંગા, અંતરિક્ષજી, આબુ આદિની યાત્રાઓ કીધી અને સં. ૧૭૮૭ માં સુરજપુર (સુરતમાં ચોમાસું કીધું. શરીર બહુ જીર્ણ થઈ ગયું હતું, તે પણ રાજનગર તરફ વિહાર કરવા માટે ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુજ આ ગ્રહથી બીજું ચોમાસું પણ સુરતમાંજ કર્યું. શરીર જર્જરિત થયું હતું. પર્યુષણ પર્વ ગયા પછી શરીર સ્વસ્થતા નજ રહી. સંવત ૧૭૮૮ના વિજ્યાદશમીને દિને પ્રમોદસાગર ઉપાધ્યાયને બોલાવી તપગચ્છને બધો ભાર