________________
સાંભળવા લાગ્યા. આખરે સર્વને ખમાવી સંવત્ ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે શેઠ કાલધર્મ પામ્યા. તેમની પાછળ સંવત ૧૮૭૦ વૈશાખ સુદ અને દિને રાજનગર અને વડોદરા અને શહેરમાં નવકારસી જમાડી.
રાસકાર શ્રી હેમવદ્ધન, રાસકાર ક્ષેમવર્ધનના સંબંધમાં કેટલુંક પૂર્વે લખાઈ ગયું છે. પણ અહીં કહેવું પડશે કે ઉપરનું લખ્યું છે તે સમયમાંજ રાસકાર પિતે વિદ્યમાન હતા અને તેમણે શ્રી વખતચંદ શેઠ સ્વર્ગવાસ ગયા તે પછી બે મહિનેજ (સંવત ૧૮૭૦ ના અષાઢ શુદિ ૧૩ ને ગુરૂવારે) આ રાસ પૂરો કર્યો છે. શિવારામની છાવણીમાં જઈ તેમને સિહોર પર હુમલો કરવાને ઉશ્કેર્યો. આ હકીકત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ તોપખાનું લઈ પાલીતાણું ઉપર આવ્યા, પરંતુ આ વેળા ઉનડજીએ એ સારે બચાવ કર્યો કે તેથી વખતસિંહજીને પાછી નાશી જવું પડ્યું. આ પ્રમાણે વખતસિંહજીથી પાલીતાણને કંઈ કરી શકાયું નહિ, પરંતુ ગારીઆધર અને તેની આજુબાજુનાં ગામ લૂટી તે પાછા ગયા.
આ પ્રમાણે વખતસિંહજી અને ઉનડજી વચ્ચે અણબનાવ ચાલતો હતો, પરંતુ ગેંડળના પ્રકાર કુંભાજી જે વખતસિંહજીના વહેવાઈ થતા હતા તેમણે વચ્ચે પડી સમાધાન કરીને બંને વચ્ચે સલાહ કરાવી.
વખતસિંહજીએ ગારીઆધાર પરગણું ફૂટી ઉજડ કર્યું, તેથી જમાબંધી વસૂલ થઈ શકી નહિ. આથી પાલીતાણાનું રાજ્ય દેવાદાર થઈ ગયું.
ભારત રાજ્યમંડળ પૃ. ૧૩૫-૧૩૬ આ પછી ભારત રાજ્યમંડળના કર્તા લખે છે કે –
ઉનડજીએ અમદાવાદના નગરશેઠ વખતચંદ ખુશાલચંદનું કર્જ કહાડયું હતું. આ શેઠને શેત્રુંજાની ટેકરી સાથે ઘણો સંબંધ હતો.”
ઈ. સ. ૧૮૦૭ માં ઉનડજીના વખતમાં ગાયકવાડ સરકાર તરફથી કર્નલ વાકર કાઠિયાવાડના રાજ્યોની ખંડણના આંકડા મુકરર કરવા માટે આવ્યું હતું, તે પિતાના રીપેર્ટમાં લખે છે કે “ઉડાઉ ખર્ચથી અને બેસમજથી પાલીતાણાના રાજાને પિતાનાં ઘણાંખરાં ગામો ઘરાણે મૂકવાં પડયાં છે, અને બીજા ગામો તેમના ચાડાયલા શત્રુઓએ છીનવી લીધાં , હાલ ગારીઆધરમાં ગાયકવાડી થાણું છે, તેથી સમાધાની રહી છે.”
આ ઉપરથી સાબીત થાય છે કે ઉનડજીને દેવું ઘણું હતું તેથી તે દેવું દૂર કરવામાં નગરશેઠ શ્રી વખતચંદ શેઠે મદદ આપી હતી.
ઉનડજી ઇ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યા. (સંશોધક.)