________________
વિરાજતા હતા. પછી તેમના જ હસ્તથી સંવત્ ૧૯૬૮ ના વૈશાખ સુદ ૩ બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની સ્થાપના કરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર તેમને મુકુટ કરાવ્યું. આ વખતે શેઠના પુત્ર ઈચ્છાચંદની ભાર્યા નામે ઝવેરે રોહિણી તપ આદર્યો-ઉજમણું કર્યું.(સંવત ૧૮૬૮ ના આસો સુદ ૨). પછી શેત્રુજે નવાણું જાત્રા શેઠ શેઠાણીએ કરી. આ જાત્રામાં જ દૈવયોગે વખતચંદ શેઠની પુત્રીના ભરથાર બહુજ માંદા પડ્યા અને મરણ પામ્યા. આના નિમિત્તે બે હજાર રૂપીઆની રકમ શેઠે આપી. લખમીચંદ શેઠના નામનું દહેરું કરાવ્યું. રોહિતાક્ષ પર્વતની ટુંક ઉપર આદિનાથ જિનની દહેરી કરાવી શીલવ્રત લીધું.” જાત્રા કરી અમદાવાદ આવ્યા. ગુરૂની દેશના હમેશ
ભાવનગર ઉપર બહારવટે નીકળી ગીરમાં ભરાઈ બેઠા છે, તેમને વખતસિંહજી ઉપરનું પિતાનું વેર લેવાને મદદે બોલાવ્યા. પછી તેમણે કાઠીઓને પોતાની મદદ બોલાવી એક મોટું લશ્કર ભેગું કર્યું, અને ટાણું છતી ત્યાંથી સિહોર જવાને ઠરાવ કર્યો. આ હકીકત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ આગળથી પોતાનું લશ્કર લઈ સિહોર ગયા. ઉનડજી કાઠી સ્વારે તથા બીજા પાયદળ લશ્કર લઈ ટાણું તરફ ચાલ્યા, પરંતુ કુંવર ખાંધાજીને અપશુકન થવાથી પોતાના પિતા ઉનડજીને પાછા બોલાવી લીધા. આથી સરદાર વિનાજ લશ્કર આગળ ચાલ્યું. તેમની સામા વખતસિંહજીએ રાયમલજી નામે ગરાસીઆની સરદારી નીચે એક લશ્કર મોકલ્યું. ત્યાં આગળ પહેલી જ લડાઈમાં એક કાઠી સરદાર મરાયે. તેના શબને લેવાને બીજા કાઠીઓ ઘોડા પરથી નીચે ઉતર્યા, તે તકનો લાભ લઈ રાયમલજીને માણસે બીજા કાઠીઓ ઉપર તૂટી પડયા, તેમાં કેટલાક કાઠીઓ મરાયા, અને ઘણાખરા નાશી ગયા. ખુમાણે પાછા ગીરમાં જઈ ભરાયા, પરંતુ રસ્તે જતાં મુળ ખુમાણ મરાયે. તેની સરદારી હાડા ખુમાણને મળી તેણે મીરાનજી ધંધુકીને પોતાની ચાકરીમાં રાખી ઉમરાળા તાબાનું લગાળા ગામ માર્યું. ત્યાં આગળ મીરાનજી મારા અને તેનું શબ કાઠીઓ લઈ ગયા. આ વખતે પણ કાઠીએ નાઠા, અને સાળીમાળના ડુંગરમાં ભરાઈ પેઠા. આ કામમાં પાલીતાણાના ભાયાત વનાણી ગીરાસીઆ વખતે વખત ભાવનગરને મદદ આપતા હતા, તેથી ઉનડજીને તેમના પર બહુ ક્રોધ ચડે, અને કાઠીઓને ઉશ્કેરી તેમનાં ગામો લૂટવા માંડયાં. આ પ્રમાણે કાઠીઓએ તેમને બહુ પજવવા માંડયા એટલે વખતસિંહજીએ ગીરાસીઆઓને પિતાના રક્ષણમાં લઈ બંદોબસ્તને માટે ઈથરી, આંબલા અને બાજુડામાં થાણું મૂક્યાં.
ઈ. સ. ૧૭૯૫ માં ગાયકવાડ સરકાર તરફથી શિવારામ ગાદી ખંડણી ઉઘરાવવા માટે ગોહેલવાડમાં આવ્યો હતો. તેમની સાથેની લડાઈમાં વખતસિંહજી ગુંથાયા હતા, તે તકને લાભ લઈ ઉનડજી અને હાલા ખુમાણે સિહરપર ચડાઈ કરી, પરંતુ સિહેરના સરદાર પથાભાઈએ તેમને અટકાવ્યા; ઉનડજીએ ત્યાંથી