________________
૧૫
રાજકીય સ્થિતિ. આ વખતે ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા, અને અંગ્રેજ ત્રણેનું રાજ્ય થયું. મૂળ ગુજરાતને વહિવટ દામાજીને પાસે હતે, આ વખતે સં. ૧૭૬૧ ની પાંચમી પાણીપતની લડાઈ થઈતેમાં મરાઠાની જબરી હાર થઈ. પાણીપતની હાર ખાધા પછી જે થોડાક સરદાર બચ્યા હતા તેમને દામાજી ગાયકવાડ એક હતો. તે આ વખતે પેશ્વાની સાથે દિલ્હી ગયો હતે. ખંભાતના નવાબે વાડાસિનેરપર ચઢાઈ કરેલી તેથી ગુજરાત આવ્યા પછી તેની સામે દામાજી થશે અને જવાનમર્દખાનની જાગીર પાછી લઈ લીધી; વળી પેશ્વાના મુખત્યારની સામે થઈ સેરઠ અને કાઠિયાવાડમાં પણ દામાજી ગાયકવાડે પિતાની સત્તા સબળ કરી. (ગુજરાતનો અર્વાચિન ઇતિહાસ પૃ. ૨૮૨) આ વખતે પેશ્વાને તેને હરીફ નિઝામ બહુ સપડાવ હતો, તેથી અંગ્રેજ સરકાર (ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકારીઓ) સામે પેશ્વાએ સંદેશા ચલાવવા માંડયા. તેથી અંગ્રેજ સરકારનું પણ ગુજરાતમાં રાજ્ય ગણુ રીતે કહી શકાય. તેણે, પેશ્વાએ તથા ગાયકવાડે વખતચંદ શેઠને રાજ્યચિન્હ મોકલાવ્યાં.
આ વખતે માધવરાવ બાલાજ પેશ્વા હતા, તેની અને કાકા રઘુનાથરાવની સાથે ખટપટ ચાલતી હતી. દામાજી ગાયકવાડને દીકરે શેવિંદરાવ રધુનાથરાવના લશ્કરમાં પિતાના પિતાની ફોજની એક ટુકડી સાથે હતા. માધવરાવે રઘુનાથરાવને હરાવી તેને તથા ગોવિંદરાવને પકડી પુનામાં કેદ કર્યા. આ લડાઈ પછી થોડા વખતમાં દામાજીરાવ ગાયકવાડ મરણ પામે. સં. ૧૮૨૪. એણે ગાયકવાડ કુળને ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચાડ્યું પણ તેના મરણ પછી તેના કુળની સત્તા ઓછી થવા લાગી. દામાજીને બીજા ભાઈ હતા, તે સૈ તિપિતાનું કરવા પ્રયત્નો કરતા હતા. દામાજીરાવ દીર્ધદષ્ટિવાળા હતા તેથી તેણે જોયું કે વહેંચણ કરી બધા ભાઈનોખા પડી જઈશું તે પેશ્વા આપણું સામે ફાવી જશે; તેથી કળ વિકળ વાપરી તેણે પિતાના કુટુંબનું ઐક્ય જાળવી રાખ્યું અને પિતાના ભાઇઓને સમજાવી દીધા કે પેશ્વા જેવા આપણા દુશ્મન સામે થવાને ક્યની ખાસ જરૂર છે.
દામાજીરાવના મરણ પછી વારસા માટે તકરાર ઉઠી. તેને ચાર પુત્ર હતા. સયાજીરાવ, ગોવિંદરાવ, માનાજીરાવ અને ફરિહસિંગરાવ. સયાજીરાવ મૂર્ખ જે હો, ગેવિંદરાવ પેશ્વાની સાથે દંડ, ખંડણી વગેરે બધું આપવાની કબુલાત કરી પિતાને ગાદી આપવાનું લખાવી લીધું. ફતેહસિંગરાવા બહુજ બુદ્ધિશાળી હતો, તે પિતાના મોટા ભાઈ સયાજીરાવ ગાદીપર ઈ