________________
છે. વખતચંદ શેઠ. $ EEEEEEEEEEEEEEEELLE
જન્મ, વિવાહ. શાંતિદાસ શેઠને લખમીચંદ નામના પુત્ર થયા. તેના પુત્ર ખુશાલચંદ કે જેને ત્રણ સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીથી નથશાને જન્મ થયો, બીજી દિપીવહુથી જેઠમલજી થયા, અને ત્રીજી જમકું વહુથી શુભસ્વમસૂચિત વખતચંદ શેઠનો જન્મ સં. ૧૭૮૬ કાર્તિક વદિર મંગળવારે થયે, તેને માટે થતાં નિશાળે મૂક્યો અને તે ભણીગણીને હશિયાર થયા. પછી જુવાન થતાં જડાવેદે નામની ભાર્યા પરણ્યા, અને તેના પેટથી ઈચ્છાભાઈ નામને પુત્ર થયો. જડાવેદે ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતાં.
ઝવેરાતને ધ રાજનગરમાં આ વખતે શેઠ નાનાશાનો પુત્ર સુરચંદ બહુ ભણેલગણેલ અને બાહોશ નર હત; તેને અને વખતચંદ શેઠને સારી પ્રીતિ જામી. અને તેમણે ભાગમાં ઝવેરાતને ધધ કરવા માંડે. ધંધો ધીમે ધીમે બહુ ધીક્ત ચાલવા લાગ્યો, અને લોકો આ જોડીને બહુ માન આપવા લાગ્યા. આ સમયે દામાજી ગાયકવાડ પિતાના કુંવર ફસીંગ મહારાજને લઈને આવ્યા. આ વખતે ગાયકવાડ સરકાર પાસે એક રત્ન જડાવ (નંગ) આવેલ હતું, તે બીજાને દેખાડતાં તેનું મૂલ્ય સત્તર હજાર રૂપિઆનું થયું. આ વખતે વખતચંદ શેઠ ત્યાં જઈ ચડયા, અને પિતે ઝવેરી છે એમ જણાવ્યું. ત્યારે સરકારે તેને પહેલે જડાવનો મુડે બતાવ્યો છે તેનું મૂલ્ય વખતચંદ શેઠે અગીઆર હજાર કર્યું. રાજાએ કહ્યું કે ત્યારે તમારી પાસે હોય તે તમે તેવા અગર તેથી સરસ મુડા બતાવે. વખતચંદ શેઠે પંદર દિવસની મુદત લઈ ત્યાર પછી એવા એવા સરસ નંગો બતાવ્યા કે જેથી રાજા છક થઈ ગયા. પછી જે પહેલે મુડે આવ્યો હતો તે વખતચંદ શેઠે પિતે આંકેલા મૂલ્ય પેલા વ્યાપારી પાસેથી અપાવ્યો. આથી રાજા સાથે બહુ ઘાડો સંબંધ બંધાય, અને રાજાએ શેઠનો માનમરતબ પૂરણ સાચવ્યું. શેઠજીએ કાઠિયાવાડ દેશમાં જાત્રા કરવા જવા માટે જણાવ્યું ત્યારે, સરકારે તેમને કહ્યું “ખુશીથી જાઓ, મારા લશ્કરને બંદોબસ્ત કરી આપું છું, તમારે કોઈ વાળ વાંકે ન કરે. આ બધું સંવત ૧૮૧૮ માં થયું.