________________
૧૬
બધી સત્તા પાતે ચલાવી શકે તેમ હતા. તેણે સં. ૧૮૨૭ માં પેશ્વા પાસે નવીન સલાહ કરી સારી સરતાથી સયાજીરાવને હકદાર ઠરાવ્યા. આમ અનેક ખટપટ ચાલી, અને લડાઇ ચાલી. આ બધા ઇતિહાસ લાંમા છે, અને તે અહીં આપવાની આવશ્યકતા નથી.
૪
સપત્તિ અને સ`તતિ.
વખતચંદશેઠ અમદાવાદમાં નગરશેઠ હતા, પોતાનું માન ગાયકવાડ સરકાર તથી બહુ હતું. દિનદિન વ્યાપાર રાજગાર વધતા ગયા, તેથી લક્ષ્મી અઢળક થઈ. પોતાને છ પુત્ર થયા અને ૧ પુત્રી થઈ. તેનાં નામ ઈચ્છાભાઈ, પાનાભાઈ, મેાંતીભાઈ, અનેાપચંદ, હેમચંદ, સુરજમલ, અને મનસુખભાઈ અને ખાઈ ઉજમ. પાનાભાઈને લલ્લુભાઈ નામના પુત્ર થયા, મેાતીભાઇને ફતેભાઈ નામના સુત થયા, અને હેમાભાઇને નગીનભાઈ નામનો પુત્ર થયા. એમ પરિવાર વધતા ગયા. ઇચ્છાભાઇને એ વાર, પાનાચંદને ત્રણ વાર, અનાપચંદને બે વાર અને હેમાભાઈ, સુરજમલ, અને મનસુખને એક વાર પરણાવ્યા હતા. સુરજમલ અને મેાતીભાઈના પુત્ર નામે ફત્તેચંદના લગ્ન એક સાથે સંવત્ ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને કર્યા હતાં, અને તેમાં આખા નગરને ભાજન જમાડયું હતું.
પેઢી દિનપ્રતિદિન સરસ રીતે ચાલતી હતી, તેની જુદી જુદી શાખા દેશદેશાવર સ્થાપી હતી. વેપારમાં મંગાળા ઢાકાથી ભાતભાતનાં કાપડ મંગાવતા કે જે કાપડ ભારમાં બહુ ઓછાં પણ કિ ંમતમાં બહુ ભારે હતાં. હુંડી સુરત, મુબઈ, પુના, જયપુર, નાગાર, દિલ્હી, માત્રા, મેડતા, ચિંતા, કાટા, ખુદી, એમ દક્ષિણ, સારડ, મેવાડ દરેક સ્થળે લખાતી અને શીકરાતી. વહાણ માર્ગે, કરીઆણાંના વેપાર ધમધોકાર ચાલતા હતા. વળી પાલીતાણું પોતાનું હતું. શાયરડા વગેરે દખાર ગામ પેાતાને ત્યાં ધરાણે રાખ્યાં, અને ખીજા ગામાના ઈજારા લેતા જતા હતા. આમ પુષ્કળ દ્રવ્યને જમાવ થતા હતા. આ દ્રવ્યના વ્યય પણ સુકૃતમાં થતા હતા. દાનશાળા દે જીદે સ્થળે રાખી ગરીબ દુઃખીઆને દુકાળસુકાળે ઉદ્ધાર કરાતા હતા. એમ સાતક્ષેત્રમાં દ્રવ્ય વપરાતું હતું.
૫.
સદ્દ.
સંવત્ ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતના સંધ લેઈ રાજનગર આવી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને તેની સાથે તારંગા, આબુ, ગાડી સંખેશ્વર