________________
ભાગ ખજાવ્યા છે. આપણા કેટલાક પ્રખ્યાત મુનિએ ત્યાં જન્મ લીધે છે, વિહાર કર્યાં છે અને અનેક જિનમંદિર સ્થાપી જૈનધર્મના ઉદ્દાત ઘણી સરસ રીતે કર્યાં છે. આપણા નામાંકિત શ્રાવકોએ ત્યાં જન્મ લઇ અનેક સધા કાઢી ધર્મપ્રભાવના કરી છે, એટલુંજ નહિ પરંતુ આપણાં તીર્થીની રક્ષા કરી તેપરના ઘણા હક્કો જેનાને માટે મેળવ્યા છે. આમાંના પ્રધાન આપણા ચરિત્રનાયક શ્રી શાન્તિદાસજી શેઠ છે.
શાંતીદાસ શેઠના પિતાનું નામ સહસકિરણ ( સહસ્રકિરણ—સૂર્ય ) એ હતું. તેમના જન્મ ક્યારે થયા, માતાનું નામ શું હતું તે હમણાં તેા અજ્ઞાત છે.
ચિ'તામણી મ`ત્ર,
શ્રીમન વીરપ્રભુની ત્રેપનમી પાટે શ્રી લક્ષ્મિસાગર સૂરિ થયા. તેમને જન્મ સ′૦ ૧૪૬૪ ભાદ્રપદ વદિ ખીજ, દ્વિક્ષા સમય સ’. ૧૪૭૦, પન્યાસ૫૬ ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયક પદ સ. ૧૫૧૭ માં થયેા હતે. તેમના વશમાં લબ્ધિસાગર ઉપાધ્યાય થયા, તેના બે શિષ્ય નામે તેમસાગર અને મુક્તિસાગર પંડિત થયા, અને ચેમાસું મુરતમાં થયું.
આ સમયે શાંતિદાસ નામે ધનવાન શ્રાવક સુરતમાં રહેતા હતા. પેાતે નિ:પુત્ર હોવાથી ગુરૂને એક સમયે તે સંબંધે સહેજ પૂછ્યું. ત્યારે ગુરૂએ કહ્યું કે “ તે માટે ચિંતામણિ નામનો મંત્ર છે, તેની સાધના છ માસ સુધી તેના મત્ર પ્રમાણે કરવી જોઇએ. એક વખત આરહજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરાત્તર પાંચ વખત તેને જાપ જપવા જોઇએ, અને તેમાં ધૂપ, દિપક, બાકુલા વગેરે છ માસ સુધી આહૂતિ આપવી જોઇએ. આમ થયે ધરણરાય પદ્માવતી મનની આશા પૂરે તેમ છે. ” આ પરથી શેઠે હા પાડી અને તે માટે મેદીખાનુ ભળાવી દીધું.
મુનિ
[ નેટ—અહીં જરા કહેવું આવશ્યક છે કે નિષ્પગ્રિહી અને સંસારહેતુના આલંબન નહિ કરનાર હોવા છતાં આ મુનિશ્રીએ આ મંત્ર સાધના કેમ હાથ ધરી હશે ?–એવા પ્રશ્ન ઉઠવા સભવ છે. તેા તેના ઉત્તર એવા આપી શકાય કે કઈ તેવા સંસાર હેતુ વધે તેવે આશય તેમાં નહિજ હાવા સંભવ છે, પરંતુ જેનાથી ધર્મા પ્રભાવ ધણા વધે એવાના સંબંધમાં આની સાધના પ્રયૉજવામાં ઉચિતતા જોવાય છે. ]
હવે આ મંત્ર સાધતાં તે મંત્ર જે દિવસે પૂરા થાય છે તેજ દિવસે ઝવેરાતના વ્યાપાર અર્થે રાજનગરના આપણા ચરિત્રનાયક શ્રી શાંતિદાસ શેઠે સુરતમાં