________________
શ્રેણિવર્ય શ્રી શાંતિદાસજી. જિજજ ઝાઝા
| પૃષ્ઠ ૧-૮ સમગ્ર જૈન સંઘના દીપક, પ્રભાવક શ્રી શાંતિદાસ શેઠજી થઈ ગયા છે, છતાં તેમના સંબંધે બીલકુલ માહિતી આપણે જેને ધરાવતા ન હતા એ ઓછું ખેદકારક નહતું; સુભાગ્ય મુનિ શ્રી ક્ષેમવર્ઝન ગણિએ રચેલ રાસ પ્રાપ્ત થયેલ છે તે પરથી જાણવા યોગ્ય પણ ઘણેજ ટુંક વૃત્તાંત માત્ર મળી શકે છે. આ રાસ આ સાથે જોડેલ છે, તે પરથી તે જણાઈ આવશે, છતાં ગદ્યમાં કઈ સાર ઉપયુક્ત માહીતી સાથે અત્ર રજુ કરવામાં આવે છે.
જન્મસ્થાન, માતપિતા. શેઠજીનું જન્મસ્થાન રાજનગર હતું કે જે અમદાવાદને નામે હમણું પ્રસિદ્ધ છે. રાજનગર જબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલ ગુર્જરદેશમાં છે અને તેનું વર્ણન કવિએ આ પ્રમાણે કરેલ છે –
“અહીં સુખશાંતિ સારી હતી તેથી ચાર વિગેરેનો ભય નહતો, વ્યાપાર બહુ ધીક્તો ચાલતો હતો, અને શ્રીમંત વ્યાપારીવર્ગ-વણિકે ઘણા વસતા હતા. જિનમંદિરે ઘણાં હતાં–જૈનધર્મને પ્રસાર ઘણે સારે હતું. બાર દરવાજા હતા અને છત્રીશ તે તેને પરાં હતાં. રાશી ચાટાં હતાં, કે જેમાં માણેકચોક અતિ પ્રસિદ્ધ હતા. પેશ્વાઈ ગાયકવાડ એમ બે રાજ્યો હતાં.”
આ વર્ણન ઐતિહાસિક દષ્ટિએ સત્ય લાગે છે, કારણ આ વર્ણન, કર્તાને સમય ઈ. સ. ૧૮૦૦ નું અગર લગભગ તે સમયનું છે, અને તે સમયે પેશ્વાએ ગાયકવાડને સત્તા આપી હતી એમ ઈતિહાસ પરથી જણાય છે. જુઓ ગુજરાતને અર્વાચિન ઇતિહાસ પૃ. ૩૧૦ કહે છે કે –
એજ વર્ષમાં પેશ્વાએ પોતાના ભાઈ ચિમનાજીની સુબેદારી રદ કર્યા વગર ગુજરાતમાં પોતાના જે કંઈ હક્ક હતા તેને પાંચ વર્ષ માટે ગાવિંદરાવ ગાયકવાડને ઇજારો આપે. એ હક્કમાં કાઠિયાવાડ તથા સેરઠની ખંડણુને હિસ્સે, પેટલાદ, નાપાડ, રાણપુર, ધંધુકા અને ગોઘાની ઉપજ, ખંભાતની દરીઆઇ જકાતમાંના કેટલાક હક અને અમદાવાદ શહેરની ઉપને હિસ્સે, એ પ્રમાણે હતું.”
અમદાવાદે જૈન સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રગતિમાં અગત્યને