________________
પ્રાપ્ત થતી બીના ઉપરાંત બીજા સ્થળેથી ઉપલબ્ધ થયેલી સર્વ વિગતે મૂકી છે, અને દરેક રાસના કર્તાની બધી વિગત મૂકી છે.
આવા રાસો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે, અને તેવા રાસ ઘણા ભંડારોમાં પડેલા છે, એવું લીંબડી, પાટણ, જેસલમીર આદિ ભંડારની ટીપ જોતાં માલુમ પડે છે, તે તેવા ભંડારવાળા આવા રાસો પૂરાં પાડશે તે જૈન ઉપર મહાન ઉપકાર કરશે. હમણાંજ થયેલા પંડિત શ્રી વીર વિજયને “વીરનિર્વાણ રાસઅમદાવાદમાં તેમની સ્વર્ગ તીથિએ દરવર્ષે વંચાય છે, અને તેની નકલ મેળવવા ઘણો પ્રયાસ કર્યો, છતાં મળી શકી નથી. આશા છે કે લાગતા વલગતા તે “રાસ” પૂરે પાડી યા છપાવી સૈને આભારી કરશે. આ પુસ્તક કે જે અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે તે મંડળે આવા અતિહાસિક રાસો સંશોધન કરાવી ગ્રંથરૂપે છપા. વી આપવાનું માથે લીધું છે તે માટે ખરેખર તે મંડળને ધન્યવાદ ઘટે છે.
ગમે તેટલી સાવચેતી રાખવા છતાં આમાં અશુદ્ધિ રહી ગઈ છે, અને તે જોઈ શકાય તેટલી શુદ્ધિ કરી આ સાથે “શુદ્ધિ પત્રક” એ મથાળાં નીચે આપી છે તે સુજ્ઞ જેને સુધારી વાંચશે એ વિનતી છે. તેમ વળી આ ગ્રથના સંશોધનમાં જે કંઈ સ્કૂલન, દોષ આદિ પ્રમાદવશાત બુદ્ધિમતાથી રહેલ હોય તેને માટે વિદજજનેને સુધારવા સૂચના કરવાની વિનંતિ કરી મિથ્યા દુષ્કૃત” ચાહું છું
મુબઈ ) પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૭ એપ્રિલ ૧૮૧૨.)
સંતસેવક મેહનલાલ દલીચંદ દેશાઈ..
બી. એ. એસ્ એ. બી.