________________
હતા, તે પ્રભુદર્શન કરવા દેવાશ્રયમાં જાય છે, અને ત્યાં ગુરૂ (મંત્રસાધક) હતા તેથી તેને વંદણું કરવા જાય છે. આ વખતે બરાબર સાધનાનું મુહૂર્ત હતું તેથી ગુરૂએ પૂછતાં પોતે શાંતિદાસ નામના વેપારી છે એમ કહ્યું તેથી “હેલો તે પહેલ” એમ જાણુ-નામ પણ બરાબર શાંતિદાસજ-એકજ છે એમ વિચારી મંત્ર સાધવા બેસારી દીધા. મંત્ર ભણાય છે અને પૂરે થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર નાગનું રૂપ લઈ આવે છે, અને ફણું ચડાવી માથે ચડી ત્યાંથી પોતાની જીભને લલકારો કરે છે. ગુરૂએ જીભ ભેગી કરવાનું કહ્યું, પણ શેઠજીને તેથી મરણની શંકા ઉપજવાથી ભય લાગ્યો. આથી ધરણેન્દ્ર તરતજ અદશ્ય થયા. આ વખતે ગુરૂએ કહ્યું કે જે જીભ શંકાના અભાવે ભેગી કરી હતી તે રાજા થાત એવે એ મંત્રને પ્રભાવ છે, પરંતુ તેમ થયું નથી તે અઢળક લક્ષ્મી થશે. માટે ખાઓ, ખર્ચો અને સુપાત્રે વાવરો –એ આશીર્વાદ આપી શેઠને રજા આપી.
શેઠને ઝવેરી તરીકેનો વ્યાપાર જામતે ગયે, અને દિવાસાનુદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું; તેમને ત્યાં પિતાની બેટી પરણતી હતી તેથી ઝવેરી ખાનું પૂરું કરવા હુકમ કર્યો; શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂક્યું. મૂલ્ય પૂછતાં તે સાસરવાસ ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયો. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પિતાના જ્યેષ્ઠ શાહજાદાને લઈને કેઈ કારણસર કોઈ પ્રકારે નાસીને આવી, અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવાબરદાસ શાંતિદાસ શેઠે બહુજ સરસ રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામે. (ઈ. સ. ૧૬૦૫). આથી બેગમ તુરતજ પિતાના શાહજાદાને લઈને દિલ્હી ગઈ, અને તે જહાંગીર સલીમશાહ (નુરૂદીન મહમ્મદ જહાંગીર) નામ ધારણ કરી ગાદીએ બેઠો. તેણે શાંતિદાસ શેઠને પિતાના મામા કરી રાખ્યા, અને રાજનગરની સુબાગીરી ઑપી.
૩, રાજસાગર ગુરૂને સૂરિપદ. રાજનગરમાં રાજસાગર ગુરૂ આવ્યા, તેપર શેઠજીને બહુ આસ્થા બેઠી હતી, પછી મુખ્ય પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને બેલાવ્યા, અને તેમને રાજસાગરગુરૂને ઉપાધ્યાયપદ આપવા વિનતિ કરી. શ્રી વિજયસેનસૂરિએ કહ્યું
૧ વિજયસેનસૂરિ (તપાગચ્છની ૫૯ મી પાટે). જન્મ સં. ૧૬૦૪ નારદિપુરિમાં, દિક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલસરસ્વતિ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭૧ ના જ્યેષ્ઠ વદિ ૧૫ ને દિને તંભતીર્થમાં.