________________
અજબ છે; મનુષ્ય ધારે છે કઈ થાય છે કંઈ. જેના કર્મયોગ બળવાન છે તે બીજા માટે નિર્માણ કરી નાખ્યું હોય તે પણ તે પિતે લઈ જાય છે; તેવી રીતે અમદાવાદના (આપણું ચરિત્રનાયક) શાંતિદાસ શેઠ તે મંત્રની સાધનાનું ફળ લઈ ગયા. જ્યારે સુરતના શાંતિદાસ શેઠ જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણિ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે કે સુસ્પષ્ટ થતું નથી, પરંતુ તેમાં નેમસાગર અને મુક્તિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગરમુનિએ તે મંત્રની સાધના કરાવી હતી, અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ઋણ થોડે અંશે પણ સારી રીતે વાળવું એવો નિશ્ચય, શેઠે કરીને પાળ્યો હતો. તદુપરાંત રાજસાગરસૂરિ અને તેની પરંપરા સાગરગચ્છ કરા
સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૮૫૧ (સં. ૧૯૦૮) માં રચેલ અને ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીએ શિલાલેખમાં પ્રસિદ્ધ કરેલ “અમદાવાદને ઈતિહાસ” નીચે પ્રમાણે જણાવે છે –
દિલ્લી પ્રગણામાં એક ગામ હશે ત્યાં શાંતિદાસ કરીને એક ગૃહસ્થ રહેતો હતો; એ શાંતિદાસને ત્યાં એક બીજે શાંતિદાસ નામને ચાકર રહેતો હતો. હવે એ શેઠ એક ગીશ્વરની સેવા કરતા હતા, ને તેમનું પોષણ કરતાં ઘણું દહાડા થયા. એવામાં એક દહાડે એ જોગીશ્વર તથા શાંતિદાસ વાત કરે છે એવામાં એવી વાત નીકળી કે “શાંતિદાસ! તમે કીયા દહાડાની મારી સેવા કરે છે, ને મારા ખાધાપીધાની તજવીજ રાખે છે. તેમાં તમને શો ફાયદે છે? ને તમને તે બાબત પાંચ સાત હજાર રૂપિયા ખર્ચ થયા હશે.” ત્યારે શાંતિદાસ બોલ્યા “સાહેબ ! તમારી ચાકરી કરવાનું કામ મળ્યું છે એ શું શેડે ફાયદો છે ? તમારા જેવા ઉત્તમ પુરૂષની સેવા તે કઈથી મળે?” પછી પેલા જોગીશ્વરે મન સાથે વિચાર કર્યો કે “એણે આટલા બધા વરસથી ચાકરી કરી છે માટે મારે પણ એના ઉપર ઉપકાર કરવો એવું ધારીને બેલ્યા કે “શાંતિદાસ ! હું એક કામ ભળાવું છું તે કરશો ?” શાંતિદાસ બોલ્યા “હા સાહેબ! તમારી સેવામાં હાજર છું.” ત્યારે જોગીશ્વર બેલ્યા કે “હું તારે વાસ્તે એક જત્ર કરવાને છું ને તે જંત્રની સિદ્ધિ કરવાને હું છ મહિના ભંયરામાં રહીશ, માટે આ જાળીઆંથી તારે નિત્ય પાંચશેર દૂધ ને શેર સાકર મને આપવી. આ પ્રમાણે છ મહિના સુધી કરવું.” શાંતિદાસે કહ્યું કે “સારું સાહેબ !” પછી ગીશ્વરે એ જંત્ર કરવા માંડયું ને શાંતિદાસે નિત્ય પાંચ શેર દૂધ ને શેર સાકર આપવા માંડયું. એ પ્રમાણે આપ્યા કરે છે. હવે એક દહાડાને વિષે એ શેઠે વિચાર્યું કે “આજ છ મહિના થયા માટે દૂધ સાકર આપવા જાઉં” એમ ધારીને પોતે નાહ્યા ને જાળીએથી દૂધ સાકર આપીને પૂછયું “સાહેબ ! પેલે જંત્ર થયે?’ ત્યારે જોગીએ જવાબ દીધું કે “ના, નથી