________________
વેદધર્મ-પુરાણધર્મ વગેરે તરફ શ્રદ્ધા ધારવા લાગી. ઇતિહાસ જોતાં માલૂમ પડે છે કે, દક્ષિણમાં લિંગાયત ધર્મ પહેલાં વિજાપુરમાં જૈન રાજાઓ રાજ્ય કરતા હતા. ગુજરાત, કાઠિયાવાડમાં જૈનોનું જોર વિશેષ હતું. આવા સમયમાં પણ જૈનાચાર્યોએ અભુત પ્રયાસ અને મથન કરેલ છે; પરંતુ આ ઈતિહાસ અહીં અસ્થાને છે તેથી વિશેષ લખવું ઉચિત નથી. એટલું કહેવું જોઈશે કે જૈનાચાર્યોએ દારૂ માંસથી ક્ષત્રિયોને બચાવવા અને શુદ્ધ રાખવા તેઓને જુદા પાડ્યા અને વ્યાપારાદિવડે આજીવિકા ચલાવવાનું જણાવ્યું, તેથી જે ક્ષત્રિય વ્યાપાર કરવા લાગ્યા તે વણિક અર્થાત વાણિયા ગણાવા લાગ્યા. આમ થયું તેની સાથે ક્ષત્રિયના પ્રચારક્ષણના ધર્મ પ્રમાણે વસ્તુપાળ અને તેજપાળની પેઠે ઘણા મંત્રીઓ થયા છે અને રાજાઓ પણ થયા છે. સિ. સોદિયા, પરમાર, ચૈહાણ, ચાવડા વગેરે ઘણી જાતના ક્ષત્રિય કે જે અસલથી જૈનધર્મ પાળતા હતા તેના વંશજેમાં વેદધર્મ પગપેસારે કરવાથી કેટલાક વેદધર્મમાં દાખલ થયા છે અને કેટલાક જૈનધર્મમાં દઢ રહીને વ્યાપારવડે આજીવિકા ચલાવી રહ્યા છે.
સિસોદિયા રજપૂત, પૂર્વ જૈનધર્મ પાળતા હતા અને તેના વંશમાં થયેલ હરપાળે પણ જૈનધર્મ પાળ્યો, અને વ્યાપાર આદિથી આજીવિકા ચલાવી. અદ્યાપિ પર્યત તેમના વંશજો ઓશવાળ વણિકના નામે ઓળખાય છે. વ્યાપાર ઉપરાંત ક્ષત્રિયત્નને શોભા આપે તેવાં પરાક્રમો પણ તે વંશ જોએ દાખવ્યાં છે. તેઓ પૂર્ણ રીતે સમજતા હતા કે દારૂ માંસ વાપરો અને આડાકર્મ કરવું એ કંઈ ક્ષત્રિયત્ન નથી; ખરું ક્ષત્રિય તે એજ ગણાય કે દેશનું અનેક રીતે સ્વાર્પણથી રક્ષણ કરવું. વ્યાપારથી કંઈ ક્ષત્રિયત્ન જતું રહેતું નથી; જેમકે અંગ્રેજ-અમેરિકનો જબરે વ્યાપાર કરનારા છે અને તે સાથે દેશરક્ષણાર્થે ભોગ પણ આપનારા છે.
શાંતિદાસ શેઠે ઝવેરાતના વ્યાપારી તરીકે જબરી ખ્યાતિ મેળવી છે, તેની સાથે અકબર બાદશાહની બેગમને સહાય કરી જહાંગીર બાદશાહના મામાનું બિરૂદ મેળવ્યું છે. જહાંગીર બાદશાહે “ નગરશેઠ ” ની પદવી પણ આપેલ છે.
૨, ચિંતામણિ મંત્ર-સાગરગચ્છ. આટલું પ્રસ્તાવમાં કહી હવે જે મંત્રથી પિતાને મહદય થયો તેની વાત પર આવીએ. ચિંતામણિ મંત્ર જેના માટે સધાતો હતે, તે આ શાંતિદાસ શેઠના નામેરી સુરતના બીજા શાંતિદાસ શેઠ હતા, પરંતુ કર્મયોગ કઈ