________________
વવા-સ્થપાવવા તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો હતો. શ્રાવકોને તે ગચ્છમાં લેવા સોનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલાં, વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેથી લાખે ને તેમાં લાવ્યા હતા. વળી અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, ભાવનગર, સાણંદ, મેસાણા, રાંદેર વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રયે બંધાવવા તેમણે મદદ કરી હતી. સુરતના શાંતિદાસશેઠે પણ સાગરગચ્છની ઉન્નતિમાં ભાગ આપ્યો હતો.
૩, બાદશાહની મુલાકાત. ચિંતામણિ મંત્રની સાધના સુરતમાં સુરતમંડનપાસના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (યરામાં) વિધમાન થયો. કાલે છ મહિના પૂરા થાય છે, માટે કાલે થશે.” તે દહાડે શેઠ પાછા ગયા. બીજે દહાડે પોતે વિચાર્યું કે “કાલની પેઠે કદી નહિ થયો હોય માટે હું માણસને દુધ સાકર લઈને મેલું. તે આપતો આવશે, ને એ જંત્ર થયું છે કે નથી થયો એની ખબર કહાડ આવશે એવું ધારીને શાંતિદાસ શેઠે પિતાના શાંતિદાસ નામના ચાકરને મોકલ્યા. તે ચાકરે જઈને જોગીશ્વરને પૂછ્યું “સાહેબ એ જંત્ર થયો?” ત્યારે જોગીશ્વરે પૂછયું કે “કોણ કે ? ” ચાકર બોલ્યો કે “એ હું શાંતિદાસ.” જોગીશ્વરે શાંતિદાસ શેઠ સમજીને એ જંત્ર આપ્યો અને કહ્યું કે “તું તથા તારી પેઢીમાં કેઈ નાગો ભુપે નહિ રહે ને વળી અંધારું હતું તેથી મેં દીઠામાં ન આવ્યું કે એ ચાકર ઓળખાય. પછી શાંતિદાસના ચાકરે રસ્તામાં આવતાં વિચાર્યું કે મારે શેઠ તાલેવંત થાય તેના કરતાં હુંજ તાલેવંત થાઉંજ નહિ ? એવું ધારીને એ જંત્ર શેઠને ન આપે પણ, પાછો શેઠની ઘોડારમાં જઈને એક ઘોડા ઉપર સામાન નાંખી સ્વાર થઈ પોતે ચાલી નિકળે અને દરમજલ દિલ્લી શહેર આવ્યો.”
–પૃ. ૨૭૦-૨૭૨. નેટ–આવી રીતે આમાં ભિન્નતા પડે છે કે “સુરતને બદલે દિલ્લી, સાધના કરનાર જૈન મુનિ ને બદલે જોગીશ્વર, ચિંતામણિ મંત્રને બદલે જંત્ર. આનું કારણ આટલું સંભવે છે કે સ્વ. મગનલાલે આ વાત કઈ રાસ કે ઇતિહાસ પરથી નથી લખી, પરંતુ મનમાં કલ્પના કરીને લખેલ જણાય છે. ઉપરાંત જૈન સાધુનું આ કાર્ય નથી એમ સમજીને ઉપરની માન્યતાને વજન આપ્યું હોય, તેમ સમજાય છે. પરંતુ મૂળ રાસ જે બીને પુરી પાડે છે તે સત્ય છે. તેનાં કારણો પૈકી (૧) શાંતિદાસથી સાગરગચ્છની સ્થાપના-ઉન્નતી થઈ છે અને તેને સંબંધ અખલીતપણે ચાલ્યો આવે છે તે (૨) મૂળ રાસકાર અને શાંતિદાસના સમયને ઘણું છેટું નથી અર્થાત, તેમના વંશજ વખતચંદ શેઠના સમકાલીન સમયેજ સને ૧૮૧૪ માં તે રાસ લખાય છે તે (૩) જે મંદિર (દેરાસર) માં મંત્ર સાધના થઈ છે તેનું નામ રાસમાં છે તે હાલ પણ સુરતમાં હયાત છે.
આ સબળ કારણથી શેઠ શાંતિદાસના માટે મંત્રસાધના-સુરતમાં જ થયેલી અને જૈન મુનિ (યતી)એ કરેલી તે સ્પષ્ટ સમજાય છે.