________________
શ્રી નેમિસાગર નિર્વાણ રાસ.
श्री गोडीपार्श्वनाथाय नमः ॥ સકલ મંગલ પ્રમૂલ ભગવંત, શાંતિ જિણેસર સમરીએ, રિદ્ધિ વૃદ્ધિ સવિ સિદ્ધિ કરણ, મહિ મડલે મહિમાનિલું, પાપ વ્યાપ સંતાપ વારણ. ઉજેણીપુર જિન, પ્રગટ અવંતી પાસ કામ કુંભ જિમ પૂર, કવિયણ કેરી આસ. નેમિસાગર નામ અભિરામ, કામિત પૂરત અભિનવું, કલ્પવેલિ સમ સદા કહીએ, જપતાં જગે જશ વિસ્તરે, લલિત લીલ આનંદ લહીએ; વર વાચક પદવી ધરૂ, અંગીકર્ય ગુરૂ આણ, જિમ હુએ તિમ કવિ કહે, તેહ તણું નિર્વાણ.
ચેપાઇ, વિરપટ્ટાવલી, જય જય શાસન સાહિબ વીર, કંચન કાંતિ સમાન શરીર, સહેજે સાગર જિમ ગભીર, માયા ભૂમિ વિદારણ શીર. ૩ સિદ્ધારથ કુલ નૃપ અવતંસ, ત્રિશલાદેવી ઉર સરે હંસ; મુજ મતિ લીના નલિની નાથ, તે જિન પ્રણમું જોડી હાથ. કે જેહને જગમાંહિ પ્રબલ પ્રતાપ, નામ જપતાં ન્હાશે પાપ. આધિ વ્યાધિ અલગ ટળિ જાય, સુપ સંપત્તિ મંદિર સ્થિર થાય. ૫ જસ સેવે સુર કેડા કેડિ, નર કિનર પ્રણમે કરોડ જેહના અતિશય છે ચોતીસ, મુનિવર મન રાજીવ મરાલ, તે જિણવર પ્રણમું ત્રણ કાળ; મહિમા મેરૂ મહીધર ધીર, યે યે જ્યાં જ્ય શ્રી મહાવીર. ૭ સાધુ સમૂહ શિષ શૃંગાર, વીર તણા ગણધર અગ્યાર; સ્વામિ સુધર્મ પંચમ ગણધરૂ, વીર પાટે દીપે દિનકર. તેહ થકી વસુધા વિસ્તરી, પટ્ટ પરંપરા શિવ સુખકારી; જ પ્રભવ સિજજભવસૂરિ, યશભદ્ર નામે જસ ભૂરિ. ૯