________________
આવસિ પુત્રને માંગલાં, રૂડે કરસિઓ હે વિવાહ સમ જેડિ; કુલવધૂ મુઝ પાય લાગશે, પુહચશે હો મનવાંછિત કોડ. હ. ૭૩ માત મને રથ સર્વે ફલ્યા, જવ જાયુ હતુ કુલે અવતંસ, તાત તણું જ વિસ્તર્યું, જાયા તુંથી પ્રગટયું જગ વંશ. હા. ૭૪ પુત્ર પીતરીયા તાહરા, તુઝ દેખી હે ધરે હરખ અપાર; કાન્હકીડા દેખી કરી, જિમ હરખ્યા હે બહુ દસે દસાર, હા. ૭૫ કમલ નયન પુત્ર નિરખતાં, મુઝ કેરું મન ભમર તે લી. દિન દિન વધે નેહલું, જિમ દીઠે હૈ જલ સંચય મીન. હા. ૭૬ જક્ષ જક્ષણી રક્ષા કરૂ, કરે રક્ષા હે મા શીતલા દેવી; પુત્ર જાયે રેઉ વાયણુિં, કરૂ રક્ષા હે માડ બેડસદેવી. હા. ૭૭ સીહણિ જાયુ એક સીંહતું, રંગે રમતી હો માતા કરે કલેલ; સુપુત્ર જાયુ કુલવંતીએ, જય જપે હે નિત હોએ રંગરેલ. હા. ૭૮
દુહા,
- રાગ કેદાર મુડી. મનોરથ માતપિતા તણાં, સહિત તે ઠાકરસીહ દિન દિન વાધે દીપતું, દ્વિતીય ચંદ જિમ લી. ૧ લાલતાં પાલવડા, ષટ્ વછર હુ જામ; માતપિતા મને ચિંતવે, પુત્ર ભણાવું તા. વરસ સાતમે પુત્રને, સુંદર અતિ સુકુમાલ; માતપિતા સમહોછવે, ભણવા ઠવે ને સાલિ. ૩
ઢાળ ૪ થી, નિશાળે જવું. વિદ્યાપ્રશંસા. પાટી ખીએ હાથે વિસાલા, પુત્ર ભણેવા જાયરે નેસાલા; ભૂષણ ભૂષિત તનુ સુકુમાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. ૭૯ કરજેડી ગુરૂ સેવા કીજે, વિનય કરી વિદ્યા સવિ લીજે; વિણ વિદ્યા નહેરૂપાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. આંકણી. ૮૦ આકુલિ ફૂલ જિસા રે સુરંગા, વિદ્યા ગંધ રહિત જસ અંગ; ન લહિ માન મહુત નર ઠાલા,
ભણે. ૮૧ આલસવંત વિદ્યા નવિ પાવે, વિણ વિવસા ઘર સંપતિ નાવે; જ્ઞાન સંપતિ સવે લહિ ઉજમાલા.
ભણે. ૮૨