________________
ર૧૫
;
તું સૂઈ માનવ બહૂ, હૂઆ વચન વિલાસ; વૃદ્ધવાદિ સૂરિ , કવિતા કાલિદાસ. બપ્પભટ્ટ સૂરીસરૂ, હેમસૂરિ વિખ્યાત; સનમુખ આવી તેહનઈ, તૂઠી તું માત. બાળક પુઢિઓ પાણિ, સહૂ લેક પ્રસીધ; તું તુઠી વરદીધ તાસ, લઘુ પંડિત કીધ. મૂરખ ચટ નામઈ હુએ, મોટુ દુસ્તાગી; સ્વામિનિ તુઝ પ્રસાદથી, તેહની મતિ જાગી. સીતા નામઈ બ્રાહ્મણી, તીર્ણિ તૂઠયાઈ તૂ તૂઠી માય તેહનઈ, દીધી પંડિતાઈ. જિનમુખ પંકજ વાસિની, માય તૂ સારાણી; કરજેડી પાય નમું, દિજિઅ વિરલ વાણી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ રિધિ, જસ નામઈ લહીઈ સુરતરૂ સુરમતિ સુરભિ કામ, ઘટ પ્રાપતિ કહીઈ ૧૦. શ્રી કલ્યાણવિજ્ય ગુરૂ, ગુણ મણિ ભંડાર; તેહના ગુણ ગાયવા, મુઝ હરખ અપાર. દ્વિીપ અસંખ્ય માંહિ રહ્યું, નામઈ જંબુદ્વીપ, મેરૂ મહીધર મધ્ય ભાગે, તેહ તણઈ સમીપ. ૧૨. વન છેઅઈ મેટું સાસ્વતું, તેહ માંહિ વિશુદ્ધ જંબુ વૃક્ષ જેણિ કરી, જંબદ્વીપ પ્રસિદ્ધ. મેરૂ થકી દક્ષિણ રિસિં, લવણદધિ પાસઈ, ભરતક્ષેત્ર ભૂતલિ કહ્યું, પુણ્ય કર્મ નિવાસ. તેહ મધ્ય ભૂભામિની, તિલકેપમ સેહઈ, પલખડી નામઈ નયર ભલું, દેખી મન મોહઈ. ૧૫. પાંડુર પિલિ પ્રકાર પ્રૌઢ, વાપી આરામ; નિર્મલ નીર નદી વહઈ, સવર અભિરામ. વર નર સીઈ અલંકરી, નગરી અતિ ઉપઈ; પ્રઢ જિન મંદિર માલીયાં, તુંગ શિખરિ વિલાપઈ. ૧૭ ઠામિ ઢામિ જિનવર તણું, ઉત્તગ પ્રાસાદ,
૧૧.
૧•
૧૬.