________________
શ્રી કલ્યાણુવિજય ગાણિનો રાસ.*
સેવા કરતિ સહ કોડ
રાગ–દેશાખ. સકલ સિદ્ધિવરદાયક, સ રિષભ જિર્ણદ; ભાત સંભવ ભવિઅજણ, બોહણ કમલ દિણદ. શાંતિ જિણેસર મતિ ધરૂ, શિવકર ત્રિજગ મઝારિક સિદ્ધિવધુ વસ્ત્રાભણ, વરીએ સંજમ ભાર. રાજલક્ષ્મિ સવિ પરિહરી, જતી મોહ ગઈદ; મુગતિ રમણિ પાણી ગ્રહી, નમું તે નેમિ જિહંદ. દુષ્ટ અરિષ્ટ હરઈ સદા, કરઈ તે મંગલ કેડી; પાસ જિસેસર પ્રણમિઓ, સ્ફનિશિ બઈ કરજોડિ. પેખિ પરાકેમ જેહનું, મૃગપતિ સાહસ ધીર; લંછન મિસિ સેવા કરઈ સેઈ સમરૂં મહાવીર. પચે તિરથ જે કહ્યાં, જસ મહિમા અભિરામ; કરજોડીને નિત નમૂ, જિમ હેઈ ચિતિત કામ.
અજિતાદિક જે જિનવરા, જિત મછર સવિજાણ; તે સવિ મુઝ વિઘને હરૂ, પ્રણમું કેવલ નાણિ. ગૌતમ ગણધર પાય નમૂં, તપ જપ લબધી ભંડાર રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપજઈ જસ નામઇ જયકાર. નિજ ગુરૂ ચરણ નમું સદા, જિમ હોઈ વાંચ્છિત સિદ્ધિ કરી પ્રસાદ મુઝ ઉપરિ, જ્ઞાનદષ્ટિ નિર્ણિ દીધ.
દેશોખની ચાલ. જ્ઞાનદષ્ટિ મુઝ દીધ જેણિ, પ્રણમી ગુરૂરાય; સરસતિ સામિનિ વિનવું, વર દીઓ મુઝ માય. ૧ તાહરા રૂપ સમાન રૂપ, કુણ રૂપ કહી જઈ સયલ મને રથ પૂરણી, કુણ ઉપમ દઈ. તે ત્રિભુવન હિતકારણી, વરદાઈ દેવીની
પંચ અખર મય તુઝ સરૂપ, ષટ દરશન સેવી. ૩ * આમાં લહિઆની જૂની ગુજરાતી ભાષાજ રાખી છે. સંશોધક