________________
૨૧૩
વ્યાકરણાદિક ગ્રંથ બહુતેરા, મુખાધીત જસ આવે, ષટુ દરશન સંવાદ ધુરંધર, વાદી વૃંદ હરાવે. ભવિ. ૩. નિશ્ચયનય વ્યવહારની દેરી, જેહને હાથે આવી; ઉપચરિતાદિક ભેદે બહુ જન, રીઝવીયા સમઝાવી. ભવિ. ૪. કામણગારી કીકી નીકી, મુખ પંકજ અતિ સારૂં; અણીઆલી આંખડલી આપે, દરિશણ મોહનગારૂ ભવિ. પ. કમલા કુલમંદિર મતિ દરીયે, ઉજવલ ગુણમણિ ભરીયે, સમતા સુરવનિતાએ વરી, જન્મ કૃતારથ કરી. ભવિ. ૬. પંચાચાર વિચાર વખાણે, ષટું દ્રવ્ય મુનિનય જાણે, દુર્દમ આઠે મદમનિ નાણે, વરતે શુભ ગુણ ઠાણે. ભવિ. ૭. છત્રી છત્રીશી ગુણ જાણગ, મુનિવર મહીયલ મહાલે; શુદ્ધ ઉપદેશ દીએ ભવિજનને, શુભ આચારે ચાલે. ભવિ. ૮. કેડિ વરસ લગિ છે એ ગુરૂ, સકલ જંતુ સુખદાયી, વાચક રામવિજય કહે અવિચલ, ધન એહની પુષ્પાઈ. ભવિ. ૯
ઢાળ ૧૨ મી,
(ગિરૂઆરે ગુણ તુહ તણા–એ દેશી). ભવિજન સંભવ જિનની સેવા, ભાવ ધરીને કીજે; રાજપુરામાં જિન પૂજ, મણુય જન્મફલ લીજેરે. સકલ મહોદય દાયક એ પ્રભુ, સેનાનંદ સ્વામી રે; રાય જિતારિ કુલે જાયે, નમીએ નિત સિર નામિરે. ભ. તે જિન ધ્યાને મુઝમન વરતે, રાતિ દિવસ એક તેરે, તે જિન સમરી ગુરૂ ગુણ રચના, કીધી મેં મન તેરે. ભ. ૩. સાંભલ ભવભાવ ધરીને, શ્રી ગ૭પતિ ગુણમાલા; મન વંચ્છિત સુખ સંપતિ લહીએ, નવનિધિ રિદ્ધિ વિશાલારે. ભ. ૪. બુધ શ્રી સુમતિવિજયગુરૂ, સેવક કહે ઈણિપરે કરજેડીરે; વાચક રામવિજય ગુરૂ ધ્યાને, લહીએ સંપતિ કેડરે. ભવિજન. પ. ઈતિ શ્રી લક્ષ્મીસાગર સૂરિશ્વર નિર્વાણ રાસઃ શ્રી શમક સંપૂર્ણ
૧ સુંદર-નિર્મળ. ૨ મનુષ્ય.