________________
૨૧૨
કુમત તિમિર દુર કરે, નાઠી રિયણિ મિથ્યાત; કુમતિ ઉત્સુક રહ્યા છિપીરે, પ્રકહ્યું બેધ પ્રભાત. સુ. ૧૨ ધર્મ મારગ પ્રગટ હુએરે, વરત્યે શુદ્ધ આચાર; સદ્ગુરૂ નયણે નિરખતારે, લહીએ યજયકાર. સુ. ૧૩
દુહા ભક્તિ કરે શ્રીપૂજ્યની, સંઘ સકલ મન કેડિ; ગુણ ગાઈ ગુરૂજી તણું, સ્તવના કરે કરોડી. ગુણવંતી મિલિ શ્રાવિકા, ગાવે ગુરૂ ગુણ ભાસ; ધવલ મંગળ વરતે ઘણા, દિન દિન અધિક ઉલ્લાસ. થાપી શ્રી પૂજ્ય પાદુકા, કરી પ્રતિષ્ઠા સાર; સભાચંદ કચરા તણે, ખરચ્યું દ્રવ્ય ઉદાર. સમહત્સવ સંઘે મિલી, વાજતે વાજિંત્ર; હીર વિહારે થાપીયાં, પગલાં પુણ્ય પવિત્ર. શૂભ કરી તિહાં ડાઉકી, ખરચ્યું દ્રવ્ય વિશેષ; સંઘ તિહાં આવે ઘણું, કરવા ભક્તિ સુવેષ. ગુણવંતી ગાવે ભલી, ગિરી ગુરૂ ગુણ રાસ સંઘ ભક્તિ સ્વામીવત્સલ, નિત પ્રતિ થાએ ઉલ્લાસ. ૬.
ઢાળ ૧૧ મી. (બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરો છો એ—દેશી.) કયાણસાગરસૂરિ. તપગચ્છ નાયક સૂરિ સવાઈ, શ્રી કલ્યાણસાગર સૂરિ સેહે; સાગરગચ્છ ધુરંધર એ ગુરૂ, દીઠડે મનડાં મોહે. ૧. ભવિજન ભાવ ધરી ભરપૂર ગુરૂપદપંકજ સે; દિન દિન વધે અધિકું નર, ગુરૂ વિનયે નિત મે. આંચલી. શાહ શ્યામલ કુલ કીરતિકારી, સભાગબાઈને જાયે; ઉસવસ ઉદયાચલ દિયે, એ ગુરૂ સહુ માનિ ભા. ભવિ. ૨.
૧ રજની-રતરૂપી મિથ્યાત્વ. ૨ ઘુવડ. ૩ શ્રી હીરવિજય સુરિન થિંભ ર્યો તે સ્થાને.