________________
, ઉત્સવ
ગેલા
ભગવત
૨૦૧ શાહ ગણેશ સુત મોતીચંદરે, લાડુયા શ્રીમાલી સુખ કંદરે; ઇત્યાદિક શ્રાવક બહુ મિલીયારે,શ્રી પૂજ્યની સેવામાં ભલીયારે. સૂ. ૧૦, સહુકો શ્રાવક સેવા સરેરે, મુખ બોલે બોલે સહુ આજકારે; હવે અવસર એ પદ દેવાને રે, શ્રીજી સંઘની વિનતિ મારે. સૂ. ૧૧ શ્રી ભગવંતજી મનમાંહે ધારીરે, શકુન જોઈને વાત શીકારીરે શ્રી સંઘ હરખ હીએ ન સમાયરે, ઉત્સવ આડંબર બહુ થાય છે. સૂ. ૧૨ દેસી માનચંદ ગેલજી રાગેરે, આવી બોલે શ્રીગુરૂ આગેરે, ભગવંતજી અમ હરખ છે એહરે, પદમહત્સવ કરસ્યું સસનેહરે સૂ. ૧૩ શ્રીગુરૂજી કરી વાત પ્રમાણરે, વાગ્યાં જંગી ઢોલ નિશાણરે; ધવલ મંગલ ગીત ગાવે ગોરી રે, મન હરખે અતિ ચતુર ચકેરીરે.સૂ.૧૪ બેસારી નોબત મન મેરે, વાજે વાજિત્ર નવનવ છકેરે; ગાઈ ગુણીજન સરલે સાદેરે, ઉત્સવ દીઠ અતિ આલ્હાદરે. સૂ. ૧૫ સંવતસર અચાસી વરખે, વિજયાદશમિદિવસે મન હરખેરે. પ્રમદસાગર ઉવઝાયને રંગેરે, તેયા શ્રીજીએ અતિ ઉત્સરગેરે. સૂ.૧૬
મેટે એ તપગચ્છને તારરે, તુહને સંપું છું નિરધાર રે, નિરવહજે તમે નિરતિચારરે, પાલ નિર્મલ પંચાચારરે.” . ૧૭ વાસ લેઈ કર ઉંચે કીધરે, શ્રીજીએ આચારિજ પદ દીધરે; શ્રી કલ્યાણસાગરસૂરિથાણુંનામ, સીદ્ધા ભવિમન વંછિત કામરે. સૂ.૧૮ તિણિ સમે ઉત્સવ સબલા કીધારે, યાચક જનને ધન બહુ દીધારે, સોનારૂપા નાણે નવ અંગેરે, શ્રી સંઘ પૂજે નવનવ રગેરે. સૂ. ૧૯ પરભાવના નાલીએરની સારરે, સાતમી વત્સલ ભગતિ ઉદારરે, ઈણિપરિ ઉત્સવ સબલે કીધરે, મણુએ જનમને લાહ લીધેરે. સૂ.૨૦ ધન્ય ધન્ય માનચંદ કમાઈરે, સહજન બેલે ઈમ નિર્ધારરે, ધન્ય માડી જિણિ કુખિએ જાયેરે, ધન્ય પિતા જસ કુલએ આરે. સૂર૧
દુહા અંત સમય,
આચારિજ પદ લેઈને, શ્રીજી હુઆ નચિત, નિજ આતમ સમતારસે, સીચંતા ગુણવંત. ૧ સ્વીકારી. ૨ મનુષ્ય.