________________
૧૯૯ શ્રી સિદ્ધાચલ રૈિવત તારીંગે, યાત્રા કરી ગુણ પરે, અંતરીક અબુંદ મરૂઘરની, કીધી મન નિર્દોષ. સ. ૪ ઈમ વિહાર કરતા ભૂમીતલ, બહુ નરનારી તાર્યારે, શુદ્ધ પરૂપી મારગ જિનને, કેઈ બુડતા તાર્યા. સ. ૫ સંવત સતર સત્યાસીએ વરસે, સુરજપુર ચોમાસેરે, સંઘ સકલ સોભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે. સ. ૬ બહુ તપ જપ ઉપધાન વહે તિમ, માલારેપણ કિરિયારે, શ્રાવક લાભ લીએ બહુ ઈણપરી, ગુણે રણે જે ભરીયા. સ. ૭ ભક્તિ કરે શ્રી ભગવનની, ભાવ ભલે આરે; ચરણકમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણ. સ. ૮ સૂરતિ સહિર મનહર બંદીર, શ્રાવક અતિ સુવિચારી , શ્રીજીને ચેમાસું રાખી, કીતિ સબલ વધારી. સ. ૯ બહુ ગુણવંતા ગુરૂ ગુણરાગી, ધન જનનીના જાયા એક મને સેવે સદ્ગુરૂના, ચરણકમલ સુખદાયા. સ. ૧૦ સુખ સમાધિમાં રહી ચેમાસું, લાભ ઘણે તિહાં દીધેરે સદ્ગુરૂ રાજનગર વંદાવા, મનમાં ઉજમ કીધે. સ. ૧૧ ઈણિ અવસરિ દેખી શ્રીજીનું, દેહ અથામ વિશેષેરે, સંઘ રહ્ય સદ્ગુરૂને ઘેરી, મુખડાં સાતમું દેખે. ' સ. ૧૨ “શ્રી ભગવન તુહે અહુને, ઘણું વાહાલા જીવ સમાણા; ખિણ વિરહ ન ખમાઈ તુમ, સ્યા માટે રીસાણ. સ. ૧૩ વલી વિશેષ એહવી કાયાએ, કિમ વીહાર હોએ સ્વામી? માટે ચોમાસું ઈહાં રહીએ, સંઘ કહે શિર નામી” સ. સદ્ગુરૂ સંઘ તણે આગ્રહથી, માસું અવધાર્યુંરે, સંઘ સકલ હોયડામાં હરખે, સબલું માન વધાર્યું.
દુહા શરીરવ્યા.
તન અથામ શ્રી પૂજ્યનું, થયું વિશેષે જામ તબ સદ્ગુરુ સેવા રસિક, શ્રાવક ચિત્તે આમ. ૧
૧ ગિરનાર ૨ આબુ પર્વત. ૩ સુરત ૪ આનંદથી નિશ્ચય. ૫ ઠેકાણે નહિ એવું, અસ્વસ્થ.