________________
૧૯ર
અઠાવિશ દિવસ લગી, આરાધના કરી સાર; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની, આદર કરી અપાર. ચૈત્ર શુદી ચેાથે કરી, અનાદિક ચઉ ત્યાગ સુંદર ઉપગે ધરે, શુભ પરિણતિ મહાભાગ. પડિકમણું સંધ્યા તણું, કરી રહ્યા જબ આપ; ક્ષણ અને સુરપદ લહ્યા, સુણતાં નવ પદ જાપ.
ઢાલ ૧૨ મી.
શેક,
ગિ. ૪
ગિરૂઆ ગુણ ગુરૂજી તણા મુઝ સાંભરે, હિયડલા માંહે, ગુણવંતા કિમ વિસરે, કર્યા બહુ ઉપગાર ઉછાહેરે. ગિરૂ. ૧ દિલગીરી ઘણી સંઘને, નયણે વલી આંસુધાર; ઉપગારી એહવા ગુરૂ, સહુ પંડિતમાં શીરદારરે. ગિરૂ. ૨ શાંત દાંત જ્ઞાની ગુણી, વલી શુદ્ધ પ્રરૂપક વાણી, એહવા ગુરૂ કિમ વિસરે, જે ગુણ ગણ યણની ખામીરે. ગિ. ૩ ઉચિત્ત કરણી સેવી આદરે, જરકસી કરી માંડવી ખાસીરે; રૂપાનાણે પુજા, ઘણું કરતા ચિત્રવિપાસીરે. કર્યો સંસ્કાર તે દેહને, કરી નિર્વાણમહોત્સવ ભારીરે, જાલ છોડાવી 'મછની, તિમ પાખી પલાવી સારીરે. ગિ. ૫ ગુણ સંભારૂં કેટલા, જિણે ધર્મદાન મુઝ દીધેરે, રાંક ભણી રાજા કર્યો, માર્ગ કહ્યો ઉભય ભય સીધેરે. ગિ. ૬ સુવિચક્ષણ લક્ષણ ભર્યા, જે અહનીશ શાસ્ત્ર અભ્યાસીરે; જિનશાસન દઢતા કરી, જિણે આગમ યુક્તિ પ્રકાશીરે. ગિ. ૭ વર્ધમાન ગુણ જેહના, જે જ્યોતિ રૂપ નિત્ય ધ્યાવેરે. દેવ સદા અરિહંતની, જે આણા અમીરસ પાવેરે. . ૮ તેરવાર વિમલાચલે, કરી યાત્રા ચઢતે રંગેરે. શ્રી ગીરનારે જાત્રા, કરી ત્રણ વાર ઉછરંગેરે. નવાનગરપુર બંદરે, વેલાવલ પાટણ ભેટારે; ઉભી સોરઠ જાત્રા કરી, પાપ સંતાપ તે મેટયારે. ગિ. ૧૦ એકવિશ વાર સંખે રે, કર્યું દર્શન ત્રિકરણ ચેપેરે. ત્રણવાર ગેડ પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પસેરે. ગિ. ૧૧
૧, માછલાંની. ૨. મન, વચન, અને શરીરથી.
ગિ. ૯