________________
૧૮૧
સં.
પચકાવ્ય તાટિક વળિ રે, મદાલસા નામે ખાસ; છંદશાસ્ત્ર અલંકારના રે, શિખ્યા કરી અભ્યાસ. તારાચંદ સંઘવી તદા રે, દેખી સુંદર બુદ્ધિ ન્યાયનાં શાસ્ત્ર ભણાવવા રે, પંડિતની કરી શુદ્ધિ. ધન ખરચીને ભણાવિયા રે, હવે ઉત્તમ ગુરૂ પાસ; જૈન ન્યાય મહા ભાષ્યને રે, કિધે અધિક અભ્યાસ. અંગ ઉપાંગ વાંચ્યાં વળિ રે, મૂલ સૂત્ર તિમ ચાર; પંચ કર્મ ગ્રહ પડિને રે, કર્યો અભ્યાસ અપાર. પંડિત પાદ. વિધર્મસૂરીસરે રે, અઢાર દશે ધરી લાગ;
પંડિતપદ રાણપુરે રે, દીધે ધરી ગુણરાગ. વિહાર. રાંધણપૂરીના સંઘમાં રે, શ્રી ગિરનારે જાય; કરૂણકર બાવિસમા રે, ભેટયા શ્રી જિનરાય. નવાનગરની જાતરા રે, કરી વિમળાચળ જાય; પ્રથમ જિર્ણોદ જુહારતા રે, હિયડે હરખ ન માય. ભાવનગરવાસી ભલા રે, કુંઅરજી લાધા નામ; ચોમાસાની વિનતી રે, કરિ રાખ્યા ગુરૂ તા. પાવન પાંચમી ઢાળમાં રે, રત્નત્રયી અધિકાર; રૂપવિજય રંગે કો રે, સુણતાં જયજયકાર.
દુહા ઉત્તમવિજય ગુરૂ તિહાં, જેગ્યતા જાણું ખાસ બૃહત્કલ્પ ટીકા તદા, વંચાવે ઉલ્લાસ. પુરી અનુજ્ઞા છેદની, જિહાં ઉછરંગ અપવાદ; નિશ્ચયને વ્યવહારયુત, જિહાં વાણી સ્યાદ્વાદ. સંવત તેરને ચઉદનું, ચોમાસું સૂરત કીધ; તારાચંદ સંઘવી તિહાં, વહે ઉપધાને પ્રસિદ્ધ. માલાપણને ઘણે ઓછવ સંઘવી તામ; કરે વરે જસ ઉજી, શાસન ઉન્નતિ કામ. બહણિપુરના સંઘની, વિનતિ કરી સુપ્રમાણ; ઉત્તમ ગુરૂએ મેકલ્યા, ચોમાસું છે ઠાણ.