________________
સ્વામીવત્સલ મન હરખે, બહુ દાન મેહ ક્યું વરસેરે. ગ. તે ઉન્નતિ મુખ ન કહાય, ધરમીત જન હરખીત થાયરે. ગ. ૫ દય શિષ્યને દીક્ષા દિધીરે, નવસારીની યાત્રા કીધીરે. ગ. હવે નવાનગર આદેશ, સંઘ આગ્રહ લિખિયે ગણેશ. ગ. ગુરૂ સૂરતથી વિચરતા, આવ્યા ખંભાત હરખતારે. ગ. એક શિષ્ય કર્યો સુજગીશ, વંદે બહુ ચિત્ય જિનેશરે. ગ. નમે ચિત્ય તે અમદાવાદ, ભાવનગર આવ્યા આલ્હાદરે. ગ. પ્રણમે તિહાં ઋષભજી રંગે, આવ્યા વિમલાચલ સંગેરે. ગ. તિહાં પ્રણમી ગયા ગિરનારે, વલી નેમજી ચિત્ય જુહારેરે. ગ. કરે નવાનગર ચોમાસ, વહે ઉપધાન માલ સુવાસરે. ગ. ૯ ગુરૂજી ચેમાસ ઉતરે, આવ્યા રાધનપુર શુભ વારેરે. ગ. બહુ ઉચ્છવ મહેચ્છવ યુગતે, પધરાવ્યા ઉપાશ્રયે ભગતેરે. ગ. ૧૦ શેઠ ડસા સમિકરણશાહ, ગેડા શેઠ અતી ઉછાહેરે. ગ. વારહીયા શાંતિદાસ, ણ શેઠ અધીક ઉલ્લાસરે. | ગ. ૧૧ મસાલીયા જસા શુભ ચિત્તે, ખુશાલશાહ ખરચે વિત્તરે. ગ. મલીહાર ખુશાલ તે જાણે, શેઠ સીંચા અધિક વખાણેરે. ગ. ૧૨ પારેખ વીરજી અતિ વારૂ, ગલાલ પુજા મહારરે. ગ. ઈત્યાદિક શ્રાવક રાગી, હરખચંદ હાથી બડભાગીરે. ગ. ૧૪ શ્રી ભગવતિસૂત્ર વચાય, સૂક્ષ્મ વાતે ચરચાય. ગ. શ્રાવક શ્રાવિકા ઉપધાન, વહી માલ પહેરે શુભ ધ્યાન રે. ગ. ૧૫ સંખેસર સંઘના સાથ, ગુરૂ યાત્રા કરે જગનાથરે. ગ. ફિરી સિદ્ધાચલજી સિધાવ્યા, સંઘ સહિત સહુ મન ભાવ્યા રે. ગ. ૧૫ નવાનગર રૈવત કરી યાત્ર, મસાલા પિખે સુપાત્રરે. ગ. સિદ્ધક્ષેત્રે રાષભ જિન નિરખી, ભાવનગર વંદે પ્રભુ હરખીરે ગ. ૧૬ સુયગડાંગ સટીક વ્યાખ્યાને, જિનવાણી ઉત્તમ બહુ માને. ગ. પદ્મવિજ્ય કહેગુરૂ સંગે, શ્રુત અભ્યાસ શ્રુત મન રગેરે.ગ. ૧૭
દુહા માલ પહેરાવી તિહાં કણે, ગયા ખંભાત મેઝાર; દય શિષ્ય તિહાંકણે ક્ય, ઉન્નતે થઈ અપાર. ૧