________________
૧૫ર ગુરૂજી કહીને કેહને બેલાવશું રે, કુણ કહેશે મુજ શિષ; ટુંકારે કહી કુણ બોલાવશેરે, કુણ દેશે હિતશિક્ષ. હું. હું હું અજ્ઞાનીરે જિમ તિમ પુછતો રે, બેલું ન વચન સંભાલ; ઉત્તર દેતા તેહી તુહે હિત કરીરે, સમજાવી મુજ બાલ. હું. ૧૦ બાલકની પરે પુછીશ કેને રે, અરથ વિચાર અનેક મુજ મન સંશય હવે કુણ ભાંજશે રે, તુમ વિણ ધરીને વિવેક હું. ૧૧ પાલ વિના જિમ પાણી નવિ રહે છે, જલ વિના જેમ મણ જાતિ, માતા વિના જિમ બાલક તિમ મુને રે, તમ વિના નવિ રહેવાત હું. ૧૨ તુમ વિના દેશના કુણ સંભળાવશે રે, કુણ કરશે ઉપગાર; ઉપગારી તુમ સરીખા કુણ હશે રે, કુણ દેશે શ્રુતસાર. હું. ૧૩
દુહા સોરઠા, વરસ સત્તર ગૃહવાસ, ત્રીશ વરસ દીક્ષાપણે સવી સડતાલીસ ખાસ, જિનવિજય ગણી જીવીત. ૧ અકસ્માત જબ સાંભ, શ્રાવકે ગુરૂ નિર્વાણ; ધસક પડ તવ પ્રાસકે, આયુબેલે રહે પ્રાણ. ૨.
ઢાલ ૧૫ મી.
(ગુરૂના) શ્રાવક દેડી આવીયારે, પ્રણમે ગુરૂના પાય,
ગુણાકર સાંભરે રે, કેસર ચંદન ઘસી ઘણાં રે, ચરચે સ્વામીકાય. સનવિસનભાઈ પ્રેમજી રે, લાલદાસ જગમાલ; કાનજી મીઠાની જોડલી રે, ધરમ વિષે ઉજમાલ. કપુર નાનાભાઈ ભાઈશ રે, માણેક શાંતિદાસ; માના નાના જીવનારે, કુંવર ઉત્તમદાસ. ઈત્યાદિક શ્રાવક મલીરે, પુજે ગુરૂ નવ અંગ; પીઠ ઉપર બેસારીને રે, યાત્રા ચરમ કરે ચંગ. માંડવી જરકસમયી રચી રે, પધરાવી ગુરૂદેહ, શ્રાવક બહુ બહુમાનર્યું રે, અંધ વહે ધરી નેહ. પઈસા બદામે ઉછાલતાં રે, જય જય શબ્દ કરત; અબીર ગુલાલ ઉડાડતાં રે, વાત્ર બહુ વાત. ગુ. ૬
ਨੇ ਨਾਂ ਨ ਨ ਨ ਨ ਨੀ